Charchapatra

વિદેશ ની સારી નીતિ સરકાર શ્રી તરફથી અમલમાં લાવવી જોઈએ

પશ્ચિમ નુ આંધનું અનુકરણ કરવાની જરૂર નથી પણ જે સારી બાબતો છે તે સરકાર શ્રી તરફથી અમલમાં લાવવાની જરૂર છે. દેશના યુવાનો ઉચ્ચ શિક્ષણ લઈને વિદેશની કેમ દોટ મુકે છે તે વિશે દરેકે વિચારવાનો સમય છે. વિદેશની દરેક નીતિ સારી કે નરસી હોતી નથી સારી નીતિ આપણા દેશમાં અમલમાં મૂકવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણો દેશ અલ્પવિકસિત છે તેમ છતાં સરકાર શ્રી તરફથી સિનિયર સિટીઝન અને વૃદ્ધો ને સહાય કરવા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. વિદેશમાં સરકાર તરફથી યુવાનો માટે શિક્ષણ, વૃદ્ધો માટે બેકારી ભથ્થું આપવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ માટે ઘડપણ માટે કોઈ પ્રકારનું આયોજન ન કરેલ હોય તો જીવન પસાર કરવું ખૂબ જ મૂશ્કેલ પડે છે.

સરકારી નોકરો માટે પેન્શન યોજના અમલમાં છે જ્યારે અસંગઠિત કામદારોને માટે કોઈ પેન્શન યોજના અમલમાં આવી નથી કેટલાક કિસ્સા મા તો વૃદ્ધ લોકો નોકરી કે વેપાર કરતા હોય છે. માહિતી અનુસાર વિદેશમાં અમુક વય સુધી ના લોકોને નિર્વાહ માટે ભથ્થું આપવામાં આવે છે. એટલે વૃદ્ધ લોકો નો પૈસા પાછળ દોડવાનો મોહ ઓછો હોય છે. પશ્ચિમ દેશોની સારી નીતિ આપણા દેશમાં અમલમાં મુકવામાં આવે તે માટે સરકાર કક્ષાએ થી પહેલ કરવામાં આવે તો વિદેશ જવાની ઈચ્છા ઓછી થાય એમાં બે મત નથી. વિદેશ નીતિ દેશમાં કઈ રીતે અમલમાં લાવી શકાય છે કે કેમ તે બાબતે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ આત્મમંથન કરવાની જરૂર છે તો દેશ જરૂર સોનેકી ચિડિયા બનશે.
સુરત     – ચંદ્રકાંત રાણા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top