Gujarat

ગુજરાત યુનિવર્સિટી ભરતી વિવાદ મામલે NSUIનોં વિરોધ-પ્રદર્શન- સંખ્યાબંધ કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદ, તા. 13

ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો સાથે આજે એનએસયુઆઈના વિદ્યાર્થી કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી ભારે સુત્રોચ્ચાર ક્યો હતો. ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUIના કાર્યકર્તાઓને પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી કાર્યકર્તાઓએ “ભરતી પ્રક્રિયા રદ કરો” અને “કુલપતિ રાજીનામું આપે” જેવા નારા લગાવ્યા હતા. જોકે, યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ અટકાવવા માટે પોલીસ ગોઠવી દેવામાં હતી, અને તમામ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. કેમ્પસમાં જવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

આ અંગે NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતુ કે યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં નિયમોમાં ફેરફાર કરીને ખાસ લોકોને નોકરીમાં ગોઠવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અગાઉ એનએસયુઆઈએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓનો આક્ષેપ કર્યો હતો, પરંતુ કુલપતિએ તેને નકારી કાઢ્યોં હતોં. બાદમાં ચાર જેટલી પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા રદ થતા એનએસયુઆઈના આક્ષેપોને બળ મળ્યું છે.

સિનિયર ક્લાર્કની ભરતીમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને વયમર્યાદા 40 વર્ષમાંથી વધારીને 45 વર્ષ કરવામાં આવી હતી. આ પગલું ખાસ લોકોને લાભ પહોંચાડવા માટે લેવામાં લેવામાં આવ્યુ હોય તેવી આશંકા છે.

આવતીકાલે યુનિવર્સિટીમાં લગભગ 130 જેટલી જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા યોજાવાની છે. તેના એક દિવસ પહેલાં જ એનએસયુઆઈએ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરીને નવી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ જે ઉમેદવારો સાથે અન્યાય થયો છે તેમની રજૂઆત સાંભળવાની પણ માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top