Business

દીકરા સાથે દીકરીએ પણ કમાવું એટલું જ ફરજિયાત

હમણાં થોડા સમય પહેલાં એક ચર્ચાપત્રમાં વહુને પણ દીકરો અને દીકરી જેટલું જ મહત્ત્વ આપવું જોઈએ તે વાંચ્યું અને તે વાત ૧૦૦% સાચી છે પણ હું વાત કરું દીકરાના મહત્ત્વની તો આ બાબતે હું તેમના મત સાથે થોડી અસહમત છું કારણ કે, તેમના કહેવા પ્રમાણે દીકરીની ઉપમાની અતિશયોક્તિ થઈ છે, પરંતુ જ્યારે દીકરીની જગ્યા પર દીકરાના ઉપમાની અતિશયોક્તિ થતી હતી ત્યારે શા માટે એવું ન લાગ્યું કે દીકરાના ઉપમાની અતિશયોક્તિ થાય છે.

સાચી વાત કહું તો આ દુનિયામાં ક્યારેય પણ દીકરાનું મહત્ત્વ ઓછું થયું નથી અને ઓછું થવાનું પણ નથી કારણ કે, લોકો બતાવતા નથી હોતા એનો મતલબ એવો નથી કે દીકરાનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે. હજુ પણ જ્યારે કોઈ બાળકનો જન્મ થવાનો હોય છે ત્યારે સૌ પ્રથમ લોકો દીકરાની જ આશા રાખે છે. ઘણાં ઓછાં પરિવારો પહેલી દીકરીની આશા રાખે છે અને ઘણાં પરિવારોમાં દીકરાના પ્રથમ જન્મ પછી બીજું બાળક પણ કરતા નથી કારણ કે તેઓને ફક્ત દીકરો જ જોઈતો હોય છે. હાલના સમયમાં સ્ટ્રગલ ફક્ત દીકરો જ નથી કરતો પરંતુ દીકરીએ પણ સમાન જ સ્ટ્રગલ કરવાની હોય છે.

એટલે વાત કરું કે દીકરાએ કમાવું ફરજિયાત છે? તો ના, દીકરા સાથે દીકરીએ પણ કમાવું એટલું જ ફરજિયાત છે. જો લોકો એવું માનતા હોય કે દીકરો હોય તો જ ઘર ચાલી શકે કારણ કે તે કમાય છે તો જે વ્યક્તિના ઘરે ૧-૨ દીકરી હોય તો શું તે પરિવાર ચાલતું નથી? તે પરિવાર પણ ચાલે છે કારણ કે તે પરિવારમાં દીકરી પણ દીકરા જેટલું જ સમાન કમાય છે અને તેના માટે પણ કમાવું તેટલું જ જરૂરી છે જેટલું દીકરા માટે છે, તો દીકરાએ કમાવું ફરજિયાત છે તે વાક્ય સાથે હું સહમત નથી. એટલે દીકરો અને દીકરી બંને સમાન જ છે પણ કોણ બંનેને સમાન ગણે છે તે મહત્ત્વની વાત છે.
સુરત     – નિશી કલ્પેશ ગાંધી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top