Kalol

કાલોલમાં હિંદુ એકતા અને સમરસતાનો મહાસંગમ, મહાલક્ષ્મી ચોક ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

કાલોલ | તા. 26
ભારતભરમાં હિંદુ સમાજની એકતા મજબૂત થાય અને સમાજમાં સમરસતાના ભાવ જાગે તે હેતુસર વિવિધ સ્થળોએ હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા છે. એ જ શ્રેણીમાં બુધવારે કાલોલના મહાલક્ષ્મી ચોક ખાતે વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું.
સંતો અને વક્તાઓની વિશેષ ઉપસ્થિતિ
આ સંમેલનમાં કાલોલ ગોવર્ધનનાથજી મંદિરના ગાદીપતિ પુ.પા.ગો.108 શ્રી અભિષેકલાલજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે સનાતન હિન્દુ અને સાંસ્કૃતિક વક્તા મીનાક્ષીબેન સેરહાવત (હરિયાણા) તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધનંજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

કળશ યાત્રા અને શોભાયાત્રા
સાંજે 6:00 કલાકે પ્રયાગરાજ ચોક રામજી મંદિર અને મોટા મંદિરથી બેન્ડ-વાજા સાથે કળશ યાત્રા નીકળી હતી, જે મહાલક્ષ્મી ચોક ખાતે આવી પૂર્ણ થઈ. શોભાયાત્રામાસાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,
મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ,
શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, મહિલા મોરચાના શૈફાલી ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,
કોર્પોરેટરો, ભાજપના આગેવાનો,આરએસએસ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હાજર રહ્યા હતા.
જયઘોષ અને દીપ પ્રાગટ્ય
મોટી સંખ્યામાં હિંદુ સમાજ એકત્ર થયો હતો. **“જય શ્રી રામ” અને “ભારત માતા કી જય”**ના જયઘોષ સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું.
વક્તાઓના પ્રેરક સંબોધન
આરએસએસના કૌશલ ઉપાધ્યાય દ્વારા શાબ્દિક સ્વાગત અને વક્તાઓનો ટૂંક પરિચય આપવામાં આવ્યો. બાળ સ્વયંસેવકો દ્વારા વીર શિવાજી મહારાજની ગાથાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું.
ધનંજય ચૌહાણે સંઘની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી અને સ્વદેશી અપનાવવાની હાકલ કરી.
ગુરુકુળ પરંપરા અને સંસ્કૃતિ પર ભાર
સાંસ્કૃતિક વક્તા મીનાક્ષીબેન સેરહાવતે ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરા ફરી ઘર-ઘરમાં સ્થાપિત કરવાની, બાળકોને પોતાના ધર્મ અને વીર સપૂતો વિશે શિક્ષા આપવાની અપીલ કરી. મેકોલેની શિક્ષણ પદ્ધતિને બદલે વૈદિક શિક્ષણ પદ્ધતિ અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.
તેમણે જણાવ્યું કે આપણા આદર્શ ફિલ્મી હીરો નહીં પરંતુ વીર સપૂતો હોવા જોઈએ અને બહેનોને પોતાના બાળકોને વીર શિવાજી જેવા સંસ્કારવાન બનાવવા અનુરોધ કર્યો.
કાલોલ ધર્મની નગરી છે” – અભિષેકલાલજી મહારાજ
પુ.પા.ગો.108 શ્રી અભિષેકલાલજી મહારાજે પોતાની તેજસ્વી વાણીમાં ભારતીય સંસ્કૃતિ પર થયેલા પ્રહારો અને પશ્ચિમી સંસ્કૃતિના અંધ અનુસરણની કડક ટીકા કરી.
ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઈન ડે જેવા દિવસો મનાવવાને બદલે આપણા પરંપરાગત તહેવારો ઉજવવા, માતા-પિતાની સેવા કરવા અને તેમની સાથે સમય વિતાવવા આહ્વાન કર્યું.
તેમણે કહ્યું કે “કાલોલ ધર્મની નગરી છે અને પોતાના નામ આગળ કાલોલ લાગવું એ સૌનું અહોભાગ્ય છે.”

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top