Vadodara

વડોદરા જિલ્લા પંચાયતની બેઠકોનું જાહેરનામું: અનામત અને બિન-અનામત બેઠકોનું લિસ્ટ જાહેર

(પ્રતિનિધિ), વડોદરા. તા.25

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પંચાયતની બેઠકો માટેના અનામતનું લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ, જિલ્લાની કુલ બેઠકોને સામાન્ય (General), અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અને પછાત વર્ગ (OBC) માં વિભાજિત કરવામાં આવી છે, જેમાં મહિલા અનામતનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતની બેઠકોમાં વસ્તીના ધોરણે અને રોટેશન મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે.
* બિન-અનામત (સામાન્ય) બેઠકો : જે બેઠકો પર કોઈપણ જ્ઞાતિના ઉમેદવાર ચૂંટણી લડી શકશે તેવી બેઠકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
* મહિલા અનામત : કુલ બેઠકોના નિયમ મુજબ 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જેમાં સામાન્ય મહિલા, SC મહિલા, ST મહિલા અને OBC મહિલા બેઠકોનો સમાવેશ થાય છે.
* અનામત વર્ગ : અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બેઠકો સુરક્ષિત કરવામાં આવી છે, જે જે-તે વિસ્તારની વસ્તીને આધારે નક્કી થઈ છે.

જિલ્લાના પાદરા, વાઘોડિયા, ડભોઈ, કરજણ, શિનોર, સાવલી અને ડેસર જેવા તાલુકાઓમાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો પર હવે કયા ઉમેદવાર મેદાને ઉતરી શકશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ જાહેરનામા બાદ હવે રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અનામતની ફેરબદલને કારણે અનેક બેઠકો પર નવા ચહેરાઓને તક મળી શકે છે, જ્યારે કેટલાક દિગ્ગજ નેતાઓએ પોતાની બેઠક બદલવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

::ડભોઇના કેટલાક ઉમેદવારોના દિલ કે અરમા આંશુમે બહ ગયે !!

વડોદરા જિલ્લા પંચાયત ની બેઠકો ની નવી યાદી જાહેર કરવામાં આવી છે સાથે સાથે ડભોઈ તાલુકા ની ૨૦ બેઠકો ની પણ જાહેરાત કરાઈ છે વડોદરા જિલ્લા પંચાયત માં ડભોઇ તાલુકા ની ૪ બેઠકો આવે છે જેમાં ડભોઈ નો દબદબો કાયમ રહ્યો છે આ વખતે ડભોઈ ની ચાંદોદ બેઠક સામાન્ય સ્ત્રી , હાઈ પ્રોફાઈલ સિમળીયા બિન અનામત સામાન્ય , થુવાવી બિન અનામત સામાન્ય અને કાયાવરોહણ સા.શૈ.પછાત વર્ગ માટે ફળવાઇ છે જિલ્લા પંચાયત ની ભાજપ માથી ચૂંટણી લડવા કોગ્રેસ છોડી ને આવેલા ઓના દિલકે અરમાન આંશુ ઓ મે બહ ગયે જેવો ધાટ સર્જાયો છે વડોદરા જિલ્લા પંચાયત ના ડભોઇ ની ચાર બેઠક ના સંભવિત ઉમેદવારો પોતાની બેઠક અંકે કરવા કામે લાગી ગયા છે ડભોઇ ની ચાર બેઠક ની સીધી અસર ડભોઈ તાલુકા પંચાયત પર પડે છે હાલ ડભોઇ ના સંભિવત ઉમેદવારો જે પોતાની બેઠક નક્કી છે એમના મો સિવાઈ ગયા છે એક વાત નક્કી કે ડભોઇ ના રાજકારણ માં ઉલટ ફેર જોવા મળશે એ નકકી છે આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ભારે ઉલટફેર જોવા મળે તો નવાઈ નહીં હવે જોવું રહ્યું કે ભાજપ મોવડી મંડળ પર સૌ કોઈ મિટ માંડી બેઠા છે અત્રેઉલ્લેખનીય છે કે ડભોઇ ના ભાજપ ના જિલ્લા પ્રમુખ ડો. બી.જે. બ્રહમભટ્ટ માટે પણ કસોટી પુરવાર થશે એમ રાજકીય નિષ્ણાંતો મત વ્યક્ત કરી રહ્યા છે

Most Popular

To Top