National

ભારત બન્યું ગ્લોબલ AI હબ: હવે 21 ફેબ્રુઆરી સુધી ગ્લોબલ સમિટ આકર્ષણ જમાવશે

20 ફેબ્રુઆરીએ પૂર્ણ થનારી સમિટને એક દિવસ વધારવામાં આવી છે

નવી દિલ્હી: ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વૈશ્વિક નકશા પર મોટી છાપ મુકાઈ,રાજધાની દિલ્હીના Bharat Mandapam ખાતે ‘India AI Impact Summit 2026’નું ભવ્ય ઉદ્ઘાટન વડાપ્રધાન Narendra Modi દ્વારા કરવામાં આવ્યું, સમિટમાં વિશ્વભરના અગ્રણી ટેક નેતાઓ અને રાજકીય અગ્રણીઓ ની હાજરી ,પ્રથમ વખત કોઈ ગ્લોબલ સાઉથ દેશ આટલી વિશાળ આંતરરાષ્ટ્રીય AI બેઠકનું આયોજન કરી રહ્યો છે. સરકારના જણાવ્યા મુજબ સમિટ ‘People, Planet and Progress’ના ત્રણ મૂળ સિદ્ધાંતો પર આધારિત છે.

સમિટમાં Bill Gates, Luiz Inácio Lula da Silva, Sundar Pichai, Sam Altman, Dario Amodei અને Demis Hassabis સહિત 20 જેટલા વૈશ્વિક નેતાઓની હાજરી, સમિટ માં ‘ફેમિલી ફોટો’ સત્ર પણ યોજાયો, એક ડઝનથી વધુ દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ની આ સમિટ માં ઉપસ્તીથી, વૈશ્વિક કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠકમાં AIના ભવિષ્ય રોકાણ અને નીતિ મુદ્દાઓ પર ચર્ચા.

કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી સચિવ એસ. કૃષ્ણનના જણાવ્યા મુજબ મુખ્ય દિવસનું કાર્યક્રમ આમંત્રણ આધારિત રહેશે. જોકે 21 ફેબ્રુઆરીએ યોજાનાર AI એક્સ્પો સામાન્ય જનતા માટે સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મૂળ 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થનારી સમિટને એક દિવસ વધારવામાં આવી છે.બ્રાઝિલના રાષ્ટ્રપતિ Luiz Inácio Lula da Silva પાંચ દિવસીય ભારત મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. તેમણે ‘નમસ્તે ઈન્ડિયા’ લખી પરંપરાગત સ્વાગતનો વીડિયો શેર કર્યો હતો. તેઓની વડાપ્રધાન મોદી સાથે મહવની મુલાકાત.

વિદેશ મંત્રાલય મુજબ લુલાની આ ભારતની છઠ્ઠી મુલાકાત છે.છેલ્લે તેઓ 2023માં G-20 સમિટ માટે આવ્યા હતા. AI સમિટ મારફતે ભારત વૈશ્વિક ટેક રાજકારણમાં પોતાનું નેતૃત્વ વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.

Most Popular

To Top