વેચાણ કરાર કરીને હપ્તા ભરવાનો વાયદો કર્યા બાદ કાર લઈ ગયેલા સીકલીગરે હપ્તા ભરવાનું બંધ કર્યું
વારંવાર માંગણી કરવા છતાં કાર પરત નહીં આપતા ન્યુ વી આઈ પી રોડના વેપારીએ ફરિયાદ નોંધાવી
વડોદરા તારીખ 14
ફરાસખાનાના વેપારીની કાર લીધા બાદ પણ સિકલીગર દ્વારા બાકીના હપ્તા ભરવાનો વાયદો આપ્યા બાદ પણ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. જેથી કાર પરત માંગવા છતાં કાર પરત નહીં આપી કે પછી ગાડીના હપ્તા પણ નહીં ભરીને વેપારી સાથે ઠગાઈ કરી હતી.
વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા ખોડીયાર નગર વિભાગ ૨ માં રહેતા ભુષણ રવિન્દ્ર બાગુલે ફરીયાદ નોંધાવી છે કે હું શિવ ફરાસખાના એન્ડ ડેકોરેટર્સ ચલાવુ છુ અને મારી માતા નામે વંદનાબેન રવિન્દ્ર સોનારના નામ પર ફાઈનાન્સથી 11.47 લાખની લોન લીધી હતી. જે કાર વર્ષ 2022ના જુલાઈ માસથી હું એલ એન્ડ ટી કંપનીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોન્ટ્રાકટમાં ફેરવતો હતો. પરંતુમારા પેટ માં આંતરડામાં કાંણુ પડી જતા વારસીયા ખાતે હોસ્પીટલમાં માર્ચ 2025માં ઓપરેશન કરાવતા અને મને ડોક્ટરે ત્રણ માસ સુધી આરામ કરવાનું જણાવ્યું હતું. હું ત્રણ માસ મારા ઘરે રહેતા કારના માસિક હપ્તા રૂ.25,850 ચાર હપ્તા બાઉન્સ થયા અને પેનલ્ટી ચઢી જતા મે કાર વેચાણ કરવાનું નક્કી કર્યું હતું.
જેથી અગાઉથી મારી સાથે એલ એન્ડ ટી કંપનીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ડ્રાઈવીંગ કરતા નિલેષ પટેલ તથા રવિભાઈ આર્યને મારી કાર વેચાણ કરવાની વાત કરતા તેમના ગેરેજવાળા ઓળખીતા હિતેશભાઈ હરિયાનીના મોબાઈલ નંબર આપતા મેં તેમની સાથે વાત કરી ત્યારે મારી સાથે માંજલપુર ખાતે એક પાર્ટી છે તેને હું 10 વર્ષથી ઓળખું છું તેમનુ નામ ગબરસિંગ સરદારજી છે અને મારા ગેરેજ પર છેલ્લા દસ વર્ષથી આવે છે. જેથી તેઓનું મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ મે તેઓ સાથે મારી ગાડીના ચઢી ગયેલા ચાર હપ્તા તથા પેનલ્ટી પંદર દિવસમાં ક્લીયર કરી દઈશ અને બાકી રહેતા 29 હપ્તાના રૂપિયા 7.49 લાખ ફાઈનાન્સમાં ત્રણ મહિનામા કલીયર કરી એનઓસી આપી દઈશ તેમ વિશ્વવાસ આપ્યો હતો.
ત્યારબાદ ગબર સિંગ સીકલીગર 2 સપ્ટેમ્બર 2025 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં ફોરવ્હીલ ગાડી લઇ ગયો હતો. પરંતુ આ ગબરસિંગ સિકલીગર (રહે. શિકોતરનગર- 2 કોતર તલાવડી અલવાનાકા માંજલપુ૨ વડોદરા) ને જણાવ્યું કે તમે હપ્તા કેમ નથી ભરતા નથી અને હપ્તાના ભરવાના હોય તો મારી ગાડી મને પરંત આપી દો તેમ કહેતા તેઓએ કે હું હપ્તો ભરી દઈશ અને આજદીન સુધી કોઈ હપ્તો નહી ભર્યો નથી કે ગાડી પણ પરત આપી મારી સાથે ઠગાઇ આચરી છે.