Entertainment

પહેલા રોહિત શેટ્ટી હવે રણવીર સિંઘ, શું આ બિશ્નોઈ ગેંગ કરી રહી છે? સિંઘને વોટ્સઅપ વોઇસ મેસેજ પર મળી ધમકી

થોડા દિવસો પહેલા રોહિત શેટ્ટીના જૂહૂમાં આવેલા ઘરની બહાર ગોળીબાર થયો હતો જેમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયા હતા અને તેની તપાસ હાલ જ ચાલી રહી છે. આ હુમલામાં જવાબદાર આરોપીની ઓળખ અને પીછો કરવામાં પોલીસ વ્યસ્ત છે. આ તમામ ઘટનાઓ સાથે જોડાયેલા સંભવિત કનેક્શન તપાસ હેઠળ છે. હવે એવી જ રીતે રણવીર સિંધને વોટ્સઅપ પર વોઇસ મેસેજથી લોરેન બિશ્નોઈના નામે ખંડણી ઉધરાવતો એક મેસેજ આવ્યો છે, જેમાં એની પાસે કરોડોની રકમની ઉઘરાણી માંગવામા આવી છે. આ મેસેજ રણવીર સિંધની સેક્રરેટરીના વોટ્સએપ પર વોઇસ મેસેજમાં લોરેન્સ બિશ્નોઈ તરફથી આ ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. હવાલા મળી રહ્યું છે કે રણવીર સિંહને મળેલો સંદેશ કોઈ એકમાત્ર કેસ નથી. બોલિવૂડના અન્ય ઘણા મોટા નામ અને તેમના આસપાસનાં લોકો પણ આવી જ પ્રકારના ધમકીભર્યા અધિકારીઓ અને ઇમેઇલ સંદેશાઓ મેળવી રહ્યા છે. આ પગલાંથી ફિલ્મ ઉદ્યોગમાં ચિંતાનું વાતાવરણ છે અને સુરક્ષા મુદ્દા વધારે ગંભીર બન્યા છે. આ ખંડણીની ધમકીઓ લોરેન્સ બિશ્નોઈના નામે મળી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. પરંતુ આ અંગે હજી કોઈ એફઆઈઆર નોંધાવવામાં આવી નથી.

એકટર સલમાન ખાનને મળેલી ધમકીઓ, એનસીપી લીડર બાબા સિદ્દીકીની હત્યા અને એ પછી રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ગોળીબાર અને હવે રણવીર સિંધની સેક્રરેટરીને વોટ્સઅપ પર વોઇસ મેસેજથી મળેલી ધમકીઓ. આના કારણે બોલિવુડમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો ફરી બોલિવુડમાં ગુંડારાજનું અસ્તિત્વ વધી રહ્યું હોવાનું પણ માની રહ્યા છે. લોરેન્સ બિશ્નોઈ તરફથી આ ઘમકીઓ અપાઈ રહી છે, કે એના નામ પર અન્ય કોઈ આ કરી રહ્યું છે એની પુષ્ટિ હજી સુધી થઈ હજી સુધી થયું નથી. પરંતુ એક પછી એક બનતા આ બનાવને લીધે હાલ બોલિવુડ ખોફના ઓછાયા હેઠળ છે. આ વાવડ સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ ગયા છે, આ સાથે રણવીર સિંધને પોલિસ પ્રોટેકશન પણ પૂરું પાડવામાં આવ્યું છે. ફિલ્મ ઉદ્યોગમાં આવી ઘટનાઓ પછી સલામતી અંગે વધુ ગંભીર ચર્ચા ઉભી થઈ છે. સ્ટાર્સ અને તેમના પરિવારના સલામતી સ્ટાન્ડર્ડ વધારવા ઉપરાંત પોલીસ અને સોસાયટીઓ વચ્ચે સંવાદ વધ્યો છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કયા પગલાં જરૂરી છે.

Most Popular

To Top