પ્રત્યેક જીવના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની મૂળભૂત જરૂરિયાત છે હવા, પાણી ને ખોરાક. ખોરાકનું ઉદ્દભવ સ્થાન ફળદ્રુપ જમીન ને આકાશ એટલે કે જગ્યાને અગ્નિ સ્વરૂપમાં સૂર્ય દેવતા પ્રકાશરૂપી. આમ હવા, પાણી, જમીન, આકાશ ખોરાક બનાવવા એકબીજા પર પરસ્પરાવલંબમ અદ્દભૂત છે. એક નિર્ધારિત ચક્ર જે સતત ચાલ્યા કરે છે. માનવીય અનેક શોધો અને વિકાસની આગેકૂચમાં ખોરાકના સ્વરૂપમાં બદલાવ અને વૈવિધ્યતા જોવા મળે છે પરંતુ આ સિવાય જીવન ટકાવી રાખવા હવામાં રહેલ ઓક્સિજન અને શુદ્ધ પાણીની જરૂરિયાત યથાવત છે.
આ પંચમહાભૂતથી અસ્તિત્વ પામતું જીવન અને તેમાં જ વિલિન થવાનું ચક્ર સતત ચાલતું રહે છે. પરંતુ આજે ભૌતિક સુખ સુવિધાના ચક્રમાં જાણ્યે-અજાણ્યે જમીન, હવા પાણી દૂષિત થઈ રહ્યા છે કે જે ખરેખર આપણે જે ડાળી પર બેઠા છે તેને જ કાપવા સમાન છે. મૂળભૂત ઘટકો જેના વગર જીવવું અશક્ય છે તેને જ આપણે બર્બાદ કરી આપણું જીવન દુષ્કર બનાવી રહ્યા છીએ. સાવચેત બની પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનીએ.
સુરત – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
નીરો પીવો અને અસ્વસ્થ રહો
પહેલા નીરો અંગે એક સુત્ર ખુબ જ પ્રચલીત હતું કે નીરો પીવો અને સ્વસ્થ રહો પરંતુ હાલમાં જ સ્ટેશન, ચોકબજારમાં નીરો સેમ્પલનો નેગેટીવ રીપોર્ટ આવ્યો છે. જે અનુસાર નીરો પીવાથી પાચન શકિત ખરાબ થઇ શકે છે? આ નીરોના મુખ્ય ઉત્પાદીત કેન્દ્રો જેવા કે ચોર્યાસી, ઓલપાડ ઉત્પાદક મંડળીઓ દ્વારા આ નીરો સપ્લાય થતુ હતુ. આ અંગે પુરવઠા વિભાગે જનહિતમા આવા નીરોના વેચાણ પર પ્રતિબંધ નાખવો જોઇએ જે સુરતની જનતાના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભુ કરતુ હોય!
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.