ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આ બાબતે પહેલાં તો આપણા પોલીસતંત્રને સલામ. કેટલાયે બુટલેગરોના દારૂ ગાળતા કે દારૂ સપ્લાય કરતા રેડ કરી પકડવામાં આવ્યા છે. ખુલ્લેઆમ ટ્રક, રીક્ષા, કાર જેવાં વાહનોમાં વહન થતાં લાખો કરોડોનો દારૂ પકડાયા છે. ધન્ય છે એ પોલીસકર્મીઓને જેઓ રેસ લગાવી ફિલ્મી ઢબે કાર આંતરી જાન જોખમમાં મૂકીને પણ દારૂ પકડવામાં આવે છે. ધન્યવાદ છે પોલીસકર્મીની બુધ્ધિમતા અને સાહસને. પોલીસતંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્ય ખરેખર પ્રશંસાપાત્ર છે. સમય બડા બળવાનની રાહે તો આ તંત્ર સામે હવે આંગળી થાય છે. પોલીસતંત્ર જ ખાખીને લજવવાનું કામ કરી રહી હોય તેવું જણાય છે.
પોલીસવાનમાં જ પોલીસ દારૂ લાવતાં પકડાયા છે. બુટલેગરો, પીએસઆઇથી માંડી ઉપરી અધિકારીઓને હપ્તા પહોંચાડી આ જ તંત્રની મદદકારી લે છે અને હપ્તા લેતાં પણ પોલીસકર્મીઓ પકડાયા છે. આપણા ગુજરાતમાં દારૂબંધી છે એવું રટણ કરી અને સ્માર્ટ સીટીને દારૂ પીવાની છૂટ આપી મોટા મોટા મહોત્સવોનું આયોજન કરી ફોટા પડાવી ફકત ને ફકત પ્રજાને ભેગા કરે છે. મોરા ભારત મહાન મનરેગા યોજનામાંથી ગાંધીનું નામ જેમ હટાવવામાં આવ્યું છે તેમ ગાંધીનું ગુજરાતમાંથી ગાંધી નામ હટાવી આજનું વિકસિત ગુજરાત નામ પ્રધાનો કે મંત્રીઓએ આપવું પડશે. ઉપરોકત તમામ બાબત ખાસ કરીને ગુજરાતની જનતા માટે વિચાર કરવા જેવી બાબત છે. બાકી બધું આપણી સરકાર પર આધાર.
નવસારી – એન. ગરાસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે