SURAT

VIDEO: અટોદરામાં રાત્રે બે વાગ્યે એક મકાનમાં ત્રણથી ચાર બોમ્બ ફૂટતાં ગભરાટ

સુરતઃ ઓલપાડના અટોદરા ગામમાં રવિવારની મોડી રાત્રે બે વાગ્યે એક ઘર પાસે ત્રણથી ચાર બોમ્બ ફૂટવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં એક મકાનની બારીના કાચ તૂટી ગયા હતા. સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડાયું હતું. આ મામલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પરિવારના મોભીએ અરજી કરી છે.

  • બોમ્બ ફોડી CCTV કેમેરા જ ઉડાવી દેવાયા, અંગત અદાવતમાં પરિવારને ડરાવવા હરકત કરાઈ હોવાની આશંકા

પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડના અટોદરા ગામમાં રહેતા મિરઝા મોહમ્મદ અઝહર અબ્દુલ સત્તાર અટોદરાના બસ સ્ટેન્ડ રોડ પર પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને એક બહેન છે. પરિવાર રાત્રિના સમયે પોતાના ઘરમાં સૂતો હતો ત્યારે બે વાગ્યાના અરસામાં તેમના ઘરમાં ત્રણ ચાર બોમ્બ ફૂટ્યા હતા. કોઈક ટીખળખોર અસામાજિક તત્વો તેમના ઘરની બાલ્કની, બારી અને સીસીટીવી કેમેરા પાસે બોમ્બ મુકી ગયું હતું. આ મામલે મિરઝા મોહમ્મદે ઓલપાડ પોલીસને અરજી આપી છે.

મિરઝા મોહમ્મદનું કહેવું છે કે બોમ્બના કારણે ઘરની તમામ બારીના કાચ તૂટી ગયા છે. સીસીટીવી કેમેરાનો કેબલ અગાઉથી કાઢી બોમ્બ મુકાયો હતો. કેમેરો પણ તોડી પડાયો છે. ઘરમાં એક બાળકીને કાચથી ઈજા પહોંચી છે.
મિરઝા મોહમ્મદે વધુમાં કહ્યું કે, અંગત રાજકીય અદાવતને લઈ ગામના જ કેટલાંક અસામાજિક તત્ત્વોએ આ કૃત્ય કર્યું હોવાની શંકા છે.

આ મામલે મિરઝા મોહમ્દે અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top