Vadodara

65 ગુનામાં ઝડપાયેલા 47.67 લાખના શરાબના જથ્થા પર રેલવે પોલીસે રોડ રોલર ફેરવ્યું

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

વડોદરા રેલવે પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2025 માં 65 ગુનામાં ઝડપી પાડવામાં આવેલા વિદેશી શરાબના મોટા જથ્થાને નાશ કરવાની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. જેમાં 13,306 નંગ વિદેશી શરાબી બોટલો પાથરીને તેના પર રોડ રોલર ફેરવી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૂબંધી હોવાને કારણે પોલીસ વિભાગ દ્વારા શરાબના પરિવહન અને વેચાણ દરમિયાન ઝડપી પાડવામાં આવેલા મુદ્દામાલનો નાશ કરવા માટે વર્ષમાં એક વાર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયામાં નશાબંધી આબકારી અધિકારી, પોલીસ અધિક્ષક તેમજ એસ.ડી.એમની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી શરાબના જથ્થાનો નાશ કરીને તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવે છે. વડોદરાના રેલવે પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2025 માં 65 જેટલા પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયા હતા. જે ગુનામાં વિદેશી શરાબ-બિયરની 13306 નંગ બોટલો અને ટીન સહિતનો શરાબનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો. કુલ 47,67,998 ની કિંમતના જથ્થાને પોર નજીક લઈ જઈને જવાબદાર અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top