સુરત: (Surat) સુરત શહેર ચોકબજાર વિસ્તારમાં રહેતા તનવીર હાશમીને મુંબઈ ક્રાઈમ બ્રાંચ અઠવાડિયા પહેલા પોર્ન ફિલ્મોના (Porn Film) મામલે દાખલ થયેલા કેસમાં ભાટપોરથી ઉંચકી ગઈ હતી. તનવીરના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થતા પોલીસે કરેલી પુછપરછમાં કેટલીક સનસનીખેજ કબૂલાતો કરી હતી. મુંબઈ મડઆઈલેન્ડમાં પોર્ન ફિલ્મનું શુટીંગ ચાલતું હોવાની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch) 9 લોકોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પોર્ન ફિલ્મ મેકર સુરતનો તનવીર હાશમી હોવાનું સામે આવતા મુંબઈ ક્રાઈમ બ્રાંચ રાતોરાત આવીને ભાટપોર ખાતેથી તનવીરને ઉંચકી લઈ ગઈ હતી. દરમિયાન સુરત પોલીસ (Police) કે પછી શહેરની એક પણ પોલીસ બ્રાંચને જાણ પણ થઈ નહોતી.
મુંબઈ ક્રાઈમ બ્રાંચને તનવીરના 15 તારીખ સુધીના રિમાન્ડ મંજુરી મળી હતી. દરમિયાન તનવીરે અનેક સનસનીખેજ કબૂલાત કરી હતી. સુરતના સૈયદપુરા વિસ્તારના રહેવાસી તનવીરે 15 વર્ષ પહેલા મોડેલ તરીકે પોતાની કરિયર શરુ કરી હતી, અને નસીબ અજમાવવા માટે તે મુંબઈ પણ ગયો હતો. જોકે, ત્યાં તેને ધારી સફળતા નહોતી મળી અને તેને ઓછી જાણીતી સિરીયલો તેમજ ફિલ્મોમાં સામાન્ય કામ કરી સંતોષ માનવો પડ્યો હતો. તેણે સી-ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું અને પછી તે આવી જ ફિલ્મોનો પ્રોડ્યૂસર અને ડિરેક્ટર બની ગયો હતો.
તનવીરે અત્યારસુધી 15 જેટલા પોર્ન વિડીયો બનાવ્યા છે, અને તેમાંના મોટાભાગના સુરતની આસપાસ શૂટ કરાયા છે. તનવીર પોર્ન વિડીયોને ઓટીટી પ્લેટફોર્મ પર વેચતો હતો, અને તેના દ્વારા કમાણી કરતો હતો. જણાવી દઈએ કે પોર્ન ફિલ્મ મેકર સુરતનો તનવીર હાશમી હોવાનું સામે આવતા મુંબઈ ક્રાઈમ બ્રાંચ રાતોરાત આવીને ભાટપોર ખાતેથી તનવીરને ઉંચકી લઈ ગઈ હતી.
તનવીરની જેમ બીજા કેટલાક લોકો વિડીયો પુરા પાડી રહ્યા છે!
આ વિડીયો ક્લિપ્સ કોઈ ફુલ-લેન્થ ફિલ્મોની નહીં પરંતુ છૂટી છવાઈ રહેતી અને તેનું ડિરેક્શન તેમજ શૂટિંગ તે જાતે જ કરતો હતો. પોલીસનેએ પણ જાણવા મળ્યું છે કે હાશમીની માફક બીજા પણ કેટલાક લોકો ઓટીટી પ્લેટફોર્મ માટે કામ કરી તેમને વિડીયો પૂરા પાડી રહ્યા છે. આ ઓટીટી પ્લેટફોર્મ્સ સબસ્ક્રાઈબર્સ પાસેથી ચાર્જ વસૂલી તેમને આ વિડીયો બતાવે છે. મોડલિંગમાં સફળતા નહીં મળતા તેણે સી ગ્રેડ ફિલ્મો કરવા માંડી હતી.