SURAT

સુરતમાં નબીરાઓ વિદેશી લલનાઓ સાથે માણી રહ્યાં હતાં દારૂ, ગાંજો, ડ્રગ્સ અને સેક્સ પાર્ટી, CIDએ પકડ્યા

સુરતઃ સુરતમાં સ્પા, હોટલ અને ફાર્મ હાઉસમાં પોલીસની ભીંસ વધી રહી છે તેને પગલે દેહવ્યાપાર અને નશાની પાર્ટીઓ માટે નબીરાઓ સ્થાનિક વિસ્તારનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મગદલ્લા વિસ્તારમાં આવેલા એક ઘરમાં દિવાળી અગાઉ શરાબ, શબાબ અને ડ્રગ્સ-ગાંજાની પાર્ટી ચાલતી હોવાની બાતમીના આધારે સીઆઈડી દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં વિદેશી ગર્લ્સ સહિત નબીરાઓ ઝડપાઈ ગયા હતાં.

  • સુરતના મગદલ્લાની રેવ પાર્ટીમાં રેઈડ કરી સીઆઈડીએ થાઈ ગર્લ સહિત 14ને પકડ્યા

રવિવારે મધરાત્રે મગદલ્લા વિસ્તારમાં ચાલતી રેવ પાર્ટીમાં રેડ કરાઈ હતી. આ પાર્ટીમાં વિદેશી બાળાઓ નબીરાઓને ડ્રગ્સ, ગાંજો, દારૂ અને સેક્સ પીરસી રહી હતી. દરોડા દરમિયાન થાઈ ગર્લ સહિત 14 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ચાલુ પાર્ટીમાં જ બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા.

મગદલ્લા ગામ વિસ્તારમાં આવેલા એક ઘરમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બાતમી આધારે આ રેઈડ પાડવામાં આવતા ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનોને પકડી પાડવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે તમામને લાવવામાં આવતાં ગર્લ્સે ચહેરા છુપાવવા માટે દુપટ્ટાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે યુવકોએ સિવિલ હોસ્પિટલમાં આવીને ચહેરા છુપાવવા માટે હાથ રૂમાલ મોં પર બાંધ્યો હતો.

આ તમામ 14 આરોપીઓનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો પ્રાથમિક રીતે આ તમામ વિરુદ્ધ ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. જોકે આગળ કાર્યવાહીમાં જે સામે આવશે તે પ્રમાણે વધુ કાર્યવાહી થશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ પાર્ટીમાંથી નવ ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને સાત દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઈમને ડ્રગ્સની બાતમી મળી હતી. જે આધારે રેડ પાડવામાં આવતા ચાલતી પાર્ટી પણ મળી આવી હતી. હાલા મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top