Panchmahal

કાલોલના મધવાસ પાસે કેમિકલ ભરેલ ટેન્કરે પલટી મારી



કાલોલના મધવાસ પાસે કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારી હતી.
ચાલકે કાબુ ગુમાવતા ફોર્માલ્ડીહાઈડ નામનું કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. ટેન્કર પલટતા ટેન્કરનો મુખ્ય વાલ્વ લીક થયો હતો. હાલોલ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ટેન્કરનો મુખ્ય વાલ્વ બંધ કરી લીકેજ અટકાવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા ટેન્કરમાં રહેલા કેમિકલને વધુ નુકસાન અટકાવવા માટે ટેન્કર ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં સદ નસીબે કોઈ જાનહાની થઈ નથી.

Most Popular

To Top