Vadodara

સુભાનપુરા વિસ્તારમાં બીમાર મહિલાની સારસંભાળ રાખતી મહિલાએ કરી ઘરમાં ચોરી…

સુભાનપુરા વિસ્તારની બીમાર મહિલાની સારસંભળ રાખતી મહિલાએ ચાર તોલાની બંગડીઓ ચોરી લેતાં ગોરવા પોલીસે તેની ધરપકડ કરી બંગડીઓ કબજે કરી છે.

સુભાનપુરાના હરિઓમનગરમાં રહેતા જિગ્નેશભાઇ ટેલરે પોલીસને ક્હ્યું છે કે,મારી માતા બીમાર હોવાથી કેરટેકર તરીકે કલ્પના રમેશભાઇ વસાવા(વલ્લભ કોમ્પ્લેક્સ, પરિવાર ચાર રસ્તા, વાઘોડિયારોડ)ને રાખી હતી. ગઇ તા.૨૬મીએ કલ્પનાએ બીજે કામ મળ્યું હોવાથી નહિં આવે તેમ કહ્યું હતું. ત્યારબાદ તા.૨૭મીએ મારી માતાએ મને સોનાની ચાર તોલાની ચાર બંગડીઓ વેચીને એફડી કરવા માટે કહેતાં મેં બંગડી શોધી હતી.પરંતુ મળી નહતી.જેથી બંગડીઓ ચોરાઇ હોવાની શંકા વ્યક્ત કરી ગોરવા પોલીસને ફરિયાદ કરી હતી.ગોરવા પોલીસે એક મહિલા દાગીના વેચવા ફરતી હોવાની માહિતી મળતાં વોચ રાખી કલ્પનાને ઝડપી પાડી બંગડીઓ કબજે કરી હતી.

Most Popular

To Top