Vadodara

વડોદરા : કલાલી ફાટક પાસેથી વિદેશી દારૂ સાથે બૂટલેગર સહિત બે ઝડપાયાં

બોલેરોમાંથી દારૂ ઉતારતી વેળા પોલીસે રેડ કરી, રૂ.5.96 લાખનો મુદ્દામાલ કબજે..

અટલાદરા વિસ્તારમાં કલાલી ફાટક પાસે આવેલા ગોકુલનગરમાં પોલીસે રેડ કરીને 32 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગર અને મધ્યપ્રદેશના શખ્સને ઝડપી પાડ્યા હતા. વિદેશી દારૂ, બે મોબાઇલ અને બોલેરો ગાડી મળી રૂ. 5.96 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ 21 સપ્ટેમ્બરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યો હતો. ફરતા ફરતા પોલીસના માણસો કલાલી બ્રિજ પાસે આવતા બાતમી મળી હતી કે ગોકુલનગરમાં રહેતો દીપુ માળી પોતાના મકાનની પાછળના દરવાજા પાસે બોલેરો પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો ઉતારી રહ્યો છે. જેના આધારે પોલીસની ટીમ બાતમી મુજબના સ્થળ પર પહોંચી રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી માધુસિંગ મુકામસિંગ દાવર (રહે. અલીરાજપુર મધ્યપ્રદેશ) તથા દીપક ઉર્ફે દીપુ ઇશ્વર માળી (રહે.અટલાદરા) ઝડપાઇ ગયા હતા. તેમને સાથે રાખીને બોલેરો તથા જ્યાં ઉતારી દારૂ મૂક્યો હતો ત્યાં તપાસ કરતા 32 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, બે મોબાઇલ રૂ. 65 હજાર અને પિકઅપ બોલેરો કીમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 5.96 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top