કવાંટ: આજરોજ કવાંટ તાલુકાના નળવાંટ ગામે ભૂખ્યા કોતર પરથી નળવાટ ગામના જ બે યુવાનો મોટર સાયકલ લઈને પસાર થતા હતા. કોતરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી મોટર સાયકલ સાથે બંને ગામના જ રહીશ બંને યુવાનો મોટરસાયકલ સાથે જ તણાયા હતા. જેમાં નળવાંટ ગામના સંજયભાઈ રાઠવા, ઉંમર વર્ષ 38 , મનીષભાઈ રમેશભાઈ રાઠવા ઉંમર વર્ષ 35 જેઓ નળવાટ ગામે ઘર જમાઈ તરીકે રહેતા હતા , બંને યુવાનો નળવાંટ ગામની ભૂખ્યા કોતર પરથી મોટરસાયકલ લઈને પસાર થતાં હતાં ત્યારે પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગયા હતા. જેની જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને શોધખોળ આદરી હતી વહીવટી તંત્રને જાણ થતાં ક્વાંટ મામલતદારે પણ સ્થળ પર પહોંચી બંને યુવાનોની તપાસ આદરી હતી
કવાંટના નળવાંટ ગામે ભૂખ્યા કોતરમાં મોટર સાયકલ લઈને પસાર થતાં બે યુવાનો તણાયા
By
Posted on