Entertainment

‘સ્ટુડન્ટ’ સિધ્ધાર્થનું પ્રમોશન ક્યારે થશે?

ણબીર કપૂર, શાહીદ કપૂર એવા અભિનેતા છે જેમની કારિકર્દી લગ્ન પછી ઉંચે ગઇ જયારે રણવીર સિંઘ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા એવા અભિનેતા છે જેમની કારકિર્દી લગ્ન પછી ધીમી પડી. જો કે આમાં લગ્નનો વાંક કાડવા જેવો નથી પણ હા, સંયોગની વાત જરૂર છે.આમાંય સિદ્ધાર્થની તો લગ્ન પહેલાં એક જ ફિલ્મ સફળ હતી અને એ સફળતાનો લાભ તેણે એ ફિલ્મની હિરોઇન કીયારા અડવાણીને પરણી જઇ લીધો.
સિદ્ધાર્થ હેન્ડસમ અભિનેતા છે એ નક્કી પણ પરદા પર હેન્ડસમથી વધારે અભિનેતા દેખાવાનું હોય છે ને પોતાનાં દરેક પાત્રમાં પ્રભાવ મુકવાનો હોય છે કેપ્ટન વિક્રમ બત્રા તરીકે તે જરૂર શોભ્યો હતો. ઘણીવાર પાત્રનું ચરિત્ર અભિનેતાનું બની જાય છે. એટલે વિક્રમ બત્રાનું શૌર્ય સિદ્ધાર્થનું થયું હતું. સની દેઓલ, અજય દેવગણ, જોહન એબ્રાહમ હમણાં શૌર્યની જ ખેતી કરે છે. પરંતુ કારકિર્દી ફકત અભિનયમાં શૌર્ય દાખવવાથી નથી ચાલતી. સિદ્ધાર્થ પોતાની સફળ ભૂમિકા પ્રકારની ભૂમિકાઓ જ બીજી ફિલ્મોમાં કરે તો તે આગળ વધેલો ન કહેવાય. ‘શેરશાહ’ પછી તે ‘થેન્ક ગોડ’, ‘મિશન મજનુ’ અને ‘યોદ્ધા’ ફિલ્મ અને ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ વેબ સિરીઝમાં આવ્યો છે. આમાં વેબસિરીઝ તો સફળ છે કે નિષ્ફળ કહેવી મુશ્કેલ હોય છે કારણ કે જેટલી ચેનલ પર સ્ટ્રીમ થવાનું હોય તેટલી પર થાય છે. બીજું કે સિદ્ધાર્થ પોતે પણ વેબસિરિઝ નહીં, ફિલ્મોમાં જ કારકિર્દી ઇચ્છે છે, પણ આવનારા સમયમાં તે પોતાને સાબિત કરશે તો તેમ નથી. તેને હમણાં મળેલી ફિલ્મોમાં એક ‘રાઉડી રાઠોડ-2’ છે. અગાઉ સંજયલીલા ભણશાલીએ અક્ષય કુમાર સાથે રાઉડી રાઠોડ બનાવેલી તે સિદ્ધાર્થથી આગળ વધશે. સફળ ફિલ્મની સિક્વલ કરવા આજકાલ બધા સ્ટાર્સ ઉત્સુક હોય છે. જો કે આ કાંઇ ફિકસ ડિપોઝીટ જેવું નથી હોતું પણ છતાં આગલી સફળતાનો ધક્કો તો લાગતો જ હોય છે. તે એવી જ રીતે ‘આંખે-2’ પણ કરી રહ્યો છે અને તેમાં તો અમિતાભ બચ્ચન, સંજય દત્ત જેવા સ્ટાર્સ પણ છે એટલે સિદ્ધાર્થ રાજી જ હશે. સારું બેનર, સારા કો-સ્ટાર મળે તો ફિલ્મ રજૂ થાય તે પહેલાં સફળતાનો અહેસાસથવા માંડે છે. તેને એક જૂદી ફિલ્મ સ્પાઈડર મળી છે જેમાં કિયારા અડવાણી ઉપરાંત જાન્હાવી કપૂર, રકુલ પ્રીત સીંઘ ને નવાઝુદ્દીન સિદ્દીકી છે. ફરી તેના સારા સહકલાકારનો સપોર્ટ છે તેને ‘મિટ્ટી’ નામની એક ફિલ્મ પણ મળી છે જેમાંતેની હીરોઇન શ્રીલતા છે. શશાંક ખેતાનનાં દિગ્દર્શનમાં તો કિયારા સાથે ફરી એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ બધી ફિલ્મો સિદ્ધાર્થે પોતાને સિદ્ધ કરવાનો છે. તેને હમણાં ‘રેસ-4’ પણ મળી છે જેમાં તે વિલન તરીકે દેખાશે. ‘રેસ’ ફિલ્મમાં અગાઉ અક્ષયખન્ના, જોહન એબ્રાહમ ફ્રેડી દારુવાલા સહિતનાં સ્ટાર વિલન તરીકેઆવ્યા ચે તો સિદ્ધાર્થ હવે પોતાને સાબિત કરવા મથશે. હીરો હવે ‘વિલન’ તરીકે સફળ જવા મથી રહ્યા છે. સિદ્ધાર્થ અત્યારે પોતાને સાબિત કરવાની મથામણમાં છે અને કેટરીના જેમ વિકી કૌશલની , દિપીકા પાદુકોણ જેમ રણવીર સીંઘની તેમ કિયારા સિદ્ધાર્થની સફળતા ઇચ્છે છે. લગ્ન પછી સફળ પૂરવાર ન થાઓ તો કેમ ચાલે? સિદ્ધાર્થ અત્યારે એજ કશ્મકશમાં છે. •

Most Popular

To Top