Vadodara

નશામાં ધૂત મહિલાની સયાજીગંજમાં લોકો સાથે માથાકૂટ

વડોદરા શહેરમાં અવાર નવાર હિટ એન્ડ રનના અને બીજા અકસ્માતો થતાં હોય છે l, ત્યારે અમદાવાદ પાસિં ની કાર લઇ એક મહિલા સયાજીગંજ વિસ્તાર જ્યા ભાજપનું મુખ્ય કાર્યાલય છે ત્યાં રસ્તા પર પાર્ક કરી હતી. આસપાસ ના લોકો પણ આbજોઈ આશ્ચર્ય પામી ગયા હતા. ત્યારે અહી વાહન પાર્ક ના કરવા બાબતે મહિલા સાથે લોકોનીબોલાચાલી થઈ હતી. કોઈએ પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. અને પોલીસે મહિલાને બહાર આવવા જણાવેલું હતું. પરંતુ મહિલા કારમાંથી નીચે ઉતરી ના હતી અને ગાડી માં બેસી પોલીસ સમક્ષ સિગારેટ પીતી રહી હતી. પ્રથમ તો મહિલા હોવાના કારણે અન્ય કોઈ એ આ મહિલા સાથે માથાકૂટ કરી ના હતી અને લોક ટોળામાંથી લોકો નું કેહવુ છે કાર ચાલક મહિલા પોલીસને જોઈ ને પોતાની કારમાં બેઠા બેઠા ડાન્સ પણ કરતી હતી. લોકો નું કહેવું છે મહિલા દારૂ અથવા તો ડ્રગનો નશો કર્યો હોય એમ લાગતું હતું પરંતુ પોલીસે પણ મહિલા સામે કોઈ કાર્યવાહી ના કરી મહિલા ને જવા દીધી હતી.

Most Popular

To Top