તારાપુર તા.10
તારાપુરના સાસદા ખડકી પાસે પોલીસે દરોડો પાડી ચાઇનીઝ દોરી સાથે યુવકને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત ઉંટવાડા ગામમાંથી પણ શખ્સને પકડી પાડ્યો હતો. જ્યારે સોજિત્રા પોલીસે પણ બે શખ્સને ચાઇનીઝ દોરી સાથે પકડી પાડ્યાં હતાં.
તારાપુર પોલીસે બાતમી આધારે સાસેદા ખડકીમાં રહેતા વિશાલ દિનેશ પરમારને ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં વિશાલ પાસેથી બે થેલામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના કુલ 36 ફિરકાં કિંમત રૂ.10,800નો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત ઉંટવાડા ગામના ત્રણ લીંમડીવાળા ફળીયામાં દરોડો પાડી પોલીસે જયેશ ફુલસંગ ડાભીને ચાઇનીઝ દોરીના 10 ફિરકાં કિંમત રૂ.ત્રણ હજાર સાથે પકડી પાડી તેની સામે ગુનો નોંધ્યો હતો.
સોજિત્રા પોલીસે લીંબાલી ચોકડી પરથી યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને ચીમન ઘનશ્યામ સોલંકી (રહે. ઇસરવાડા)ને ચાઇનીઝ દોરીના 11 ફિરકાં કિંમત રૂ.3300 સાથે પકડી પાડ્યાં હતાં. આ બન્ને સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લુણાવાડાના વાવના મુવાડામાં રહેતા ધવલકુમાર મુકેશભાઈ ડબગરને પોલીસે ચાઇનીઝ દોરીની 24 ફિરકી કિંમત રૂ.4800 સાથે પકડી પાડી તેના વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
તારાપુર અને સોજિત્રામાં ચાઇનીઝ દોરી સાથે 4 ઝબ્બે
By
Posted on