સિંગવડ, તા.૮
સિંગવડમાં ગોધરાકાંડ થયા પછી બિલકિસબાનું કેસમાં ગુજરાત સરકારે સજા માપ કરેલા દોષિતોને ફરીથી જેલ ભેગા કરતા સોમવારે સિંગવડ સહિત મગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ વિસ્તારમાં કોઇ અનિછનિય ઘટના ન બને તે માટે દોષિતોના ઘર સહિત પોલીસે મદોબસ્ત ગોઠવ્યો હતો.પોલીસે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિગ કર્યું હતું. સિંગવડમાં 2002માં તોફાન થયું હતું તે તે સમયે બિલ્કિસ બાનુ કેસ થયો તેમાં સિંગવડ ગામના 11 જેટલા ઈસમો પર રેપ વિથ મર્ડરમાં 2004માં કેસ ચાલતો હતો તે સમયે આ 11 જણા સામે આરોપ થતા તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા ત્યાર પછી આ બીલ્કીશ બાનુ ના 11 જેટલા આરોપીઓ એ 2022 સુધી 18 વર્ષ તેમને જેલમાં વિતાવ્યા હતા જ્યારે આરોપીઓનો જ્યારે આરોપીઓ દ્વારા જેલમાં તથા બહાર પેરોલ પર આવતા હતા ત્યારે તેમનો વ્યવહાર સારો હોવાના લીધે અને જેલમાં પણ કોઈ લડાઈ ઝઘડો કે બહાર કોઈ લડાઈ ઝઘડો નહીં હોવાના લીધે અને ને સરકાર પાસે તેમના 18 વર્ષ વિતાવ્યા પછી તે તેમનું જીવન સારી રીતે ચલાવી શકે અને તેમના પરિવાર સાથે શાંતિથી રહી શકે તેના માટે ગુજરાત સરકારને એક અરજી કરવામાં આવી હતી તે અરજીને ધ્યાનમાં રાખીને અને તેમના કારકિર્દી ને જોતા ગુજરાત સરકારે તેમના સરકારના નિયમ પ્રમાણે તેમની સજા માફ કરીને તેમને નવેસરથી તેમનો સંસાર જીવન સારી રીતે ચાલી શકે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 15 8 2022 ના રોજ તેમને જેલમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટે આરોપીઓને બે અઠવાડિયામાં હાજર થવાનો હુકમ કર્યો.
બીલકીસબાનુ કેસમાં સુપ્રીમના હુકમથી સિંગવડમાં સન્નાટો
By
Posted on