વડોદરા: શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પાર્થ પુરોહિત, વોર્ડ નંબર 18 ના પ્રમુખ પાર્થ પટેલ સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ હવે ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી રાજાપાઠમાં ઝડપાયા છે. વારસીયા પોલીસે મંત્રી સામે પીધેલાનો કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે પપ્પુ ગઢવી દ્વારા સ્થાનિકને હેરાન પરેશાન કરાતા હોય કંટાળીને તેમના દ્વારા વારસીયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
તાજેતરમાં છેલ્લા દોઢ વર્ષથી પિયરમાં રહેતી પત્ની પોતાના પુત્રને સાસુને મળાવવા માટે લાવી હતી ત્યારે વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલ દ્વારા પોતાના પત્ની અને માતાના માર મારવામાં આવ્યો હતો. જેથી તેની સામે ખુદ પત્નીએ ફરીયાદ નોંધાવાઇ હતી. વોર્ડ નં. 18ના પ્રમુખ બાદ હવે ભાજપના બક્ષીપંચ મોરચાના મહામમંત્રી વિવાદમાં આવ્યા છે. ન્યુ વીઆઇપીર રોડ પર આવેલી પુચા પાર્ક સોસયાયટીમાં રહેતા સામાભાઇ વાલાભાઇ ગઢવીએ વારસીયા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી કે સિધાર્થ સોસાયટીમાં રહેતો અનુપ ઉર્ફે પપ્પુ લાખા ગઢવી હેરાન પરેશાન કરે છે.
જેથી વરાસીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બક્ષીપંચ મોરચના મંત્રી અ્નુફ ઉર્ફે પપ્પુ લાખા ગઢવી પકડવા માટે ગયા હતા. ત્યારે મહામત્રી પીધેલી હાલતમાં ઝડપાયો હતો . જેથી તેના વારસીયા પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે લવાયો હતો પરંતુ તેની રાજાપાઠમાં હોય તેની સામે પીધાેલાનો પણ કેસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર કોઈને કોઈ વિવાદમાં આવ્યા જ કરતા હોય છે તાજેતરમાં જ વોર્ડ પ્રમુખ દ્વારા પોતાની પત્નીને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે બક્ષીપંચ મોરચાના મંત્રી પીધેલી હાલતમાં ઝડપાતા પાર્ટીની આબરૂની જાણે કોઈ તેમને પરવા નથી તેમ જણાઈ રહ્યું છે.