Vadodara

વૃદ્ધાની હત્યામાં વપરાયેલું ચાકુ સુંદરપુરા ગામ પાસેથી મળ્યું

વડોદરા: તરસાલી વિસ્તારમાં ભાડૂઆતે ભાણિયા સાથે મળીને 67 વર્ષીય વૃદ્ધાના મર્ડર કરી નાખ્યું હતું. બંને આરોપીઓએ રિમાન્ડ દરમિયાન હત્યા કરવામાં વપરાયેલું ચાકુ ભાડૂઆતે સુંદરપુરા પાટિયા પાસે ફેંક્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે સ્થળ પર જઇને ચાકુ કબજે કરી લોહીના ધબ્બા સાફ કર્યા હતા તે કપડાની શોધખોળ ચાલુ છે. આગામી દિવસોમાં બંનેને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિન્કસ્ટ્રક્શન કરાશે.

શહેરના તરસાલી વિસ્તરામાં આવેલી અમીન ખડકીમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધા સુલોચનાબેન સાથ તેના બહેનનો પુત્ર નયન અમીન નાનપણથી રહેતો હતો. સાથે તેમના મકાનમાં હેમંત પટેલ 14 વર્ષથી ભાડે રહેતો હતો. પરંતુ વૃદ્ધાના કરોડોની પ્રોપર્ટીના વારસદાર તરીકે તમેના જેઠન પુત્ર સંજય અમીને દત્તક લીધો હતો. જેથી બીજી તરફ હેમંત પટેલ પણ નયન અમીનનો સંબંધી થતો હતો. જેથી પ્રોપર્ટી બીજાના નામે થતા બંને રોષ ભરાયા હતા અને અવાર નવાર વૃદ્ધા સાથે ઝઘડો પણ કરતા હતા.

દરમિયાન રવિવારે મોડી રાત્રીના સમયે ભાણિયા સાથે મળીને ભાડૂઆત હેમંત પટેલે ચાકુના ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ નયન સ્થળ પર હાજર કરીને ફરિયાદ નોંધાવી હતી જોકે તેણે હેમંત પટેલની ભગાવી દીધો હતો. જેમાં હત્યામાં ઉપયોગ કરાયેલુ ચાકુ પણ ભાડૂઆત તેની સાથે લઇ ગયો હતો અને સુંદરપુરાના પાટિયાની હોટલ પાસે ફેંકી કરજણ બાદ પાવાગઢ ભાગી રહ્યો હતો. મકરપુરા પીઆઇ જે એન પરમારે જણાવ્યું હતું કે પોલીસે હત્યામાં વપરાયેલુ ચાકુ સુંદરપુરા પાટિયા સ્થળ પર જઇને કબજે કરાયુ્ં છે. લોહી જેનાથી સાફ કર્યું તે કપડાની શોધખોળ કરાઇ રહી છે. હાલમાં આરોપીઓ રિમાન્ડ પર છે ત્યારે આગામી દિવસોમાં આરોપીઓ સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિન્ક્સન્ટ્રક્શન કરાશે.

Most Popular

To Top