National

ભારતીય નૌકાદળે રચ્યો ઈતિહાસ: રાતના અંધારામાં INS વિક્રાંત પર MiG-29Kનું લેન્ડિંગ કરાવ્યું

નવી દિલ્હી: (New Delhi) પહેલી વખત મીગ-29કે લડાકુ વિમાને દેશમાં બનેલા વિમાનવાહક આઈએનએસ વિક્રાંત (INS Vikrant) પર રાતમાં લેન્ડીંગ કર્યું હતું, ભારતીય નૌકાદળે (Indian Navy) આને એક ‘ઐતિહાસિક સીમાચિન્હ’ ગણાવ્યો હતો. નૌકાદળે કહ્યું હતું, પડકારરૂપ રાત્રી ઉતરાણે આઈએનએસ વિક્રાંતના ક્રૂ અને નૌકાદળ પાયલટના (Pilot) સંકલ્પ, કૌશલ્ય અને પ્રોફેશનલિઝમને દર્શાવ્યો હતો.

  • નૌકાદળને મોટી સફળતા: રાત્રિના અંધકારમાં વિક્રાન્ત પર મિગ-૨૯કે જેટનું સફળ ઉતરાણ
  • સ્વદેશી બનાવટના આ વિમાન વાહક જહાજ પર પ્રથમ વખત આ રીતે ઉતરાણ કરાવાયું: નૌકાદળના કર્મચારીઓ પણ કૌશલ્ય કસોટીમાં પાર ઉતર્યા
  • ભારતીય નૌકાદળએ આઈએનએસ વિક્રાંત પર મિગ-29કેનું પ્રથમ નાઇટ લેન્ડિંગ હાથ ધરીને વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું

આ સીમાચિન્હ બુધવારની રાત્રે મેળવવામાં આવ્યો હતો જ્યારે જહાજ અરેબિયન દરિયામાં આગળ વધી રહ્યું હતું.
ભારતીય નૌકાદળએ આઈએનએસ વિક્રાંત પર મિગ-29કેનું પ્રથમ નાઇટ લેન્ડિંગ હાથ ધરીને વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. આ આત્મનિર્ભરતા તરફ નૌકાદળની આગેકૂચનું સૂચક છે’, એમ ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું હતું. ‘આ પડકારજનક નાઇટ લેન્ડિંગ ટ્રાયલ વિક્રાંતના ક્રૂ અને નેવલ પાઇલોટ્સના સંકલ્પ, કૌશલ્ય અને વ્યાવસાયિકતાને પણ દર્શાવે છે’, એમ તેમણે કહ્યું હતું.

ફેબ્રુઆરીમાં, રશિયન મૂળના મીગ-29કે અને સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) તેજસ જેટના નેવલ વેરિઅન્ટના પ્રોટોટાઇપએ એરક્રાફ્ટ કેરિયર પર ડે લેન્ડિંગ કર્યું હતું. આઈએનએસ વિક્રાંત પર મીગ-29કેનું આઈએનએસ વિક્રાંત પર પ્રથમ રાત્રી ઉતરાણના સફળ રહેવા પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌકાદળને અભિનંદન પાઠવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ દેશમાં બનેલા વિમાન વાહક આઈએનએસ વિક્રાંતને કમિશન્ડ કર્યું હતું.

આઈએનએસ વિક્રાંતને બનાવવા પર રૂ. 23,000 કરોડનો ખર્ચ આવ્યો હતો, તેમાં કુશળ એર ડિફેન્સ નેટવર્ક અને એન્ટી-શિપ મિસાઈલ સિસ્ટમ છે. તેની ઉપર 30 લડાકુ વિમાન અને હેલિકોપ્ટર આવી શકે છે. આઈએનએસ વિક્રાંતમાં 2300થી વધુ કમ્પાર્ટમેન્ટ છે જેમાં 1700 જેટલા લોકો રહી શકે છે આ સાથે જ મહિલા અધિકારીઓ માટે વિશેષ કેબિન છે. તેની મહત્તમ ઝડપ 29 નોટ છે અને તે સામાન્ય રીતે 18 નોટ પર મુસાફરી કરી શકે છે.

Most Popular

To Top