અમદાવાદ: સુદાનમાં ગૃહ યુદ્ધ (SudanCrisis) જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ત્યાં રહેતા ગુજરાતીઓને (Gujarati) ભારત સરકારે (Indian Government) તેમના વતન પરત લાવવા માટે ઓપરેશન કાવેરીની (Operation Kaveri) શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજે સવારે આજે સવારે 56 ગુજરાતીઓ 6 વાગે અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (HarshSanghvi) ગુજરાતીઓનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું.
સુદાનથી 56 ગુજરાતીઓ આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા. આ વેળાએ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે અમદાવાદ કલેક્ટર પ્રવિણા ડીકે તેમજ ઓપરેશન ‘કાવેરી’ સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કહ્યું કે, સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ત્યાં વસેલા વિશ્વભરના નાગરિકો ફસાયા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમ દેશ છે. જેણે રેસ્ક્યુની યોજના તેમજ અધિકારીઓની એક ટીમ બનાવીને એરફોર્સ, લશ્કરી દળ સાથે મળીને સુદાનમાં ફસાયેલ નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન ‘કાવેરી’ શરૂ કર્યુ છે.
ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાતના 56 લોકોને જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્સ- C17થી ભારત લાવવામાં આવ્યા હતા. આ ગુજરાતીઓને રાજ્યના અધિકારી દ્વારા મુબંઇ ખાતે રિસિવ કરવામાં આવ્યા હતા. આ 56 ગુજરાતીઓ પૈકી 12 લોકોએ પોતાની આગવી સુવિધા કરેલી હોવાથી બાકીના 44 ગુજરાતીઓને મુંબઇથી અમદાવાદ ખાતે વોલ્વો બસ દ્વારા લાવવામાં આવ્યાં હતાં.
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કહ્યું કે, મુંબઈ થી અમદાવાદ લાવ્યા બાદ રાજકોટ જીલ્લાના 39 , ગાંધીનગર જીલ્લાના 9 , આણંદ જીલ્લાના 3 તથા વડોદરા જીલ્લાના 5 ગુજરાતીઓને પોતાના વતનમાં પરત રવાના કરવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની માહિતી તેમને પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. જો હજુ કોઈ પણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તેમને પણ સહી સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરવામાં આવશે. ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી તેઓને પહોંચાડવામાં આવશે.