Gujarat

શ્રમિકોના કલ્યાણ માટે નવી 08 મોબાઈલ મેડિકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાયું

ગાંધીનગર: રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ માટે જ વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારે રૂ. ૫૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં શ્રમયોગી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવાનો અને શ્રમ યોગીઓ માટે નવી મોબાઈલ મેડીકલ વાન (welfare of workers) લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૬ જેટલી મોબાઈલ મેડીકલ વાન કાર્યરત છે, જેમાં નવી ૮ વાનનો આજથી વધારો થતા રાજ્યમાં કુલ ૨૪ મોબાઈલ મેડીકલ વાનની સેવાઓ શ્રમિકોને મળશે. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે ૩૦ જેટલી શ્રમયોગી કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. શ્રમિકોને યોગ્ય વેતન મળે તે માટે રાજ્ય સરકારે શ્રમિકોના લઘુતમ વેતનમાં આજસુધીનો સૌથી વધુ ૨૫ ટકા જેટલો વધારો કર્યો છે.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની ૧૧ જેટલી કલ્યાણકારી યોજનાના ૨૯૬૧ જેટલા લાભાર્થીઓને રૂ. ૨.૭૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત બળવંતસિંહ રાજપૂત અને કુંવરજી હળપતિના દ્વારા નવી ૦૮ મોબાઈલ મેડીકલ વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top