Gujarat

1200 વર્ષ પછી તામિલનાડુમાં વસતા 25 લાખ સૌરાષ્ટ્રવાસીઓ એપ્રિલમાં સોમનાથ અહીં એકત્ર થશે

ગાંધીનગર: સોમનાથના જયોર્તિલીંગ એવા સોમનાથ ખાતે મહમદ ગજનીએ કરેલા આક્રમણના કારણે પ્રભાસ પાટણ અને વેરાવળની આજુબાજુના વિસ્તારના સૌરાષચ્રના લોકો તામિલનાડુમાં વિજયનગર તથા તે પછી મદુરાઈ ખાતે સ્થળાંતર કર્યુ હતુ.. આ લોકો સાડી વણાટ કામ તથા હસ્તકલાઓમા ખુબ કૌશલ્ય ધરાવે છે. તામિલનાડુ વસેલા સૌરાષ્ટ્રના લોકોને ફરીથી એપ્રિલમા તામિલ સંગમ કાર્યક્રમમાં બોલાવવામા આવનાર છે. એટલે કે 1200 વર્ષ પછી આ 25 લાખ લોકો પોતાના મૂળ પ્રદેશ સાથે જોડાનાર છે. સોમાનાથ ખાતે તામિલ સંગમ કાર્યક્રમ યોજાનાર છે. સૌરાષ્ટ્રવાસી સમૂદાયના આ લોકો ફરીથી પોતાના પ્રદેશ સાથે જોડાશે. , તેમ સીનીયર કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં માહિતી આપતું નિવેદન કર્યુ હતું.

Most Popular

To Top