Sports

એશિયન ગેમ્સ 2026નું સમાપન: નીરુ ઢાંડાએ લહેરાવ્યો ત્રિરંગો, OCAનો ધ્વજ કતરને સોંપાયો

જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સ 2026નું આજે સમાપન થયું. સમાપન સમારોહ દરમિયાન ભારતના ધ્વજવાહક નીરુ ઢાંડાએ ગર્વથી ત્રિરંગો લહેરાવ્યો અને OCAનો ધ્વજ કતરને સોંપવામાં આવ્યો.

જાપાનના આઈચી-નાગોયામાં આયોજિત એશિયન ગેમ્સની 20મી આવૃત્તિનું આજે 4 ઓક્ટોબરે સત્તાવાર રીતે સમાપન થયું. સમાપન સમારોહ દરમિયાન ભારતના ધ્વજવાહક નીરુ ઢાંડાએ ગર્વથી ત્રિરંગો લહેરાવ્યો. નીરુએ 2026ની એશિયન ગેમ્સમાં કુલ ત્રણ મેડલ જીત્યા, જેમાં બે ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)નો ધ્વજ કતરને સોંપવામાં આવ્યો જે 21મી આવૃત્તિનું યજમાનપદ સંભાળશે.

એશિયન ગેમ્સ 2026નો સમાપન સમારોહ નાગોયા શહેરના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત જાપાનના રાષ્ટ્રગીત સાથે થઈ અને ત્યારબાદ ખેલાડીઓની પરેડ યોજાઈ. દરેક દેશનું પ્રતિનિધિત્વ તેના ધ્વજવાહક દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રતિનિધિત્વ શૂટર નીરુ ઢાંડાએ કર્યું, જેમણે ગર્વથી ત્રિરંગો લહેરાવ્યો. નીરુએ આ આવૃત્તિમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો.

૨૦૦૨ પછી પહેલીવાર ભારતીય મહિલાઓએ પુરુષો કરતાં વધુ ચંદ્રકો જીત્યા
આ વખતે ભારતે મહિલાઓની સ્પર્ધાઓમાં ૧૧ અને પુરુષોની સ્પર્ધાઓમાં ૭ સુવર્ણ ચંદ્રકો જીત્યા. ત્રણ સુવર્ણ ચંદ્રકો મિશ્ર સ્પર્ધાઓમાંથી મળ્યા. અગાઉ ૨૦૦૨માં બુસાન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓ પુરુષો કરતાં આગળ રહી હતી જ્યાં ભારતે મહિલાઓની સ્પર્ધાઓમાં ૬ અને પુરુષોની સ્પર્ધાઓમાં ૫ સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા.

આગામી એશિયન ગેમ્સ ક્યારે યોજાશે?
કતર (દોહા) 2030માં એશિયન ગેમ્સની 21મી આવૃત્તિનું યજમાનપદ સંભાળશે. દોહા બીજી વખત એશિયન ગેમ્સનું યજમાન બનશે. અગાઉ તેણે 2006માં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સમાપન સમારોહ દરમિયાન પરંપરાગત રીતે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાનો ધ્વજ આઈચી-નાગોયાના આયોજકો પાસેથી દોહા 2030ના પ્રતિનિધિઓને સોંપવામાં આવ્યો.

ભારતે 85 મેડલ જીત્યા
ભારતે એશિયન ગેમ્સમાં કુલ 85 મેડલ જીત્યા. 21 ગોલ્ડ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું. પાંચમા સ્થાને રહેલા ઉઝબેકિસ્તાને પણ 21 ગોલ્ડ મેડલ જીત્યા હતા પરંતુ કુલ મેડલની સંખ્યામાં ભારત તેમનાથી આગળ નીકળી ગયું અને ચોથું સ્થાન મેળવ્યું. દક્ષિણ કોરિયા અને જાપાન ભારત કરતાં આગળ રહ્યા જ્યારે ચીને પ્રથમ સ્થાન મેળવ્યું.

ચીને કુલ ૩૪૧ મેડલ જીત્યા, જેમાં ૧૬૯ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ચીને ૮૯ સિલ્વર અને ૮૩ બ્રોન્ઝ મેડલ મેળવ્યા. જાપાને ૮૩ ગોલ્ડ, ૯૫ સિલ્વર અને ૯૧ બ્રોન્ઝ મેડલ (કુલ ૨૬૯) જીત્યા. દક્ષિણ કોરિયાએ ૩૯ ગોલ્ડ, ૪૩ સિલ્વર અને ૬૮ બ્રોન્ઝ મેડલ (કુલ ૧૫૦) જીત્યા. ભારતે ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝ મેડલ જીત્યા.

Most Popular

To Top