વડોદરા: સત્તાના જોરે લોકશાહીનો અવાજ દબાવવા અને ભ્રષ્ટાચારને છુપાવવા માંગતી ભાજપ સરકાર વિરુધ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ જોષી જણાવ્યું હતું કે પૂરી તાકાત સાથે ભાજપ એક વ્યક્તિને બચવવામાં લાગી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે વિરોધ દ્વારા લોકશાહીના રક્ષણ માટે, ભ્રષ્ટાચારી ભાજપ સરકારની પોલ ખોલતા રાહુલ ગાંધીજીના આવાજને દબાવવા સદસ્યતા રદ્દના પગલા સામે કોંગ્રેસ પક્ષ ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સરમુખત્યારશાહીને વરેલી ભાજપ સરકાર દેશની જનતાનો અવાજ-વિપક્ષનો અવાજ દબાવવા પોલીસતંત્ર, વહીવટી તંત્રઓ દુરુપયોગ કરીને મોડી રાત સુધી કાર્યક્રમની પરમીશન આપવામાં આનાકાની કરવામાં આવી. ત્યારબાદ સવારે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર જનતા સમક્ષ વધુ ખુલ્લો પડી રહ્યાં છે ત્યારે દેશમાં લોકશાહીને બચાવવા માટે શાંતિપૂર્ણ રીતે ધરણા-પ્રદર્શન કરવા છતાં તાનાશાહી ભાજપ સરકારના ઇશારે ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમમાં પોલીસતંત્રને આગળ ધરી બળજબરી પૂર્વક કોંગ્રેસ પક્ષનાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી ધરપકડ કરી હતી. લોકશાહીને બચાવવા માટેની આ લડાઈ માટે કોંગ્રેસ પક્ષ સતત લડતો રહેશે. કોંગ્રેસ પક્ષ લોકતંત્ર, સંવિધાનની રક્ષા માટે, ભાજપની લૂંટને ઉજાગર કરવા, જનતાના હક્ક અને અધિકારી માટેના રાહુલ ગાંધીજીની ભાજપ વિરુદ્ધની લડાઈમાં કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા ખભેથી ખભો મિલાવીને સાથે આપશે છે અને ભાજપ સરકારની એક વ્યક્તિને બચાવવાની ભ્રષ્ટાચારી નીતિ-રીતીને ખુલ્લી પાડીને રહેશે.