Vadodara

પુસ્તક મેળામાં 1200 જેટલા વાલીઓએ જૂના પુસ્તકો આપીને નવા લીધા

વડોદરા : વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવેલ પાંચમો પુસ્તક વિનિમય મેળો સીબીએસઈ મા લગભગ 1200 જેટલા વાલીઓએ ભાગ લઈને આ મેળાને સફળ બનાવ્યો હતો. બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વાલીઓ દ્વારા પોતાના બાળકોની ગત વર્ષની બુકો આપી હતી.સામે જરૂરિયાત મુજબ નવા વર્ષની બુકો લઈ જઈને વાલીઓના માથે પડતા આર્થિક બોજથી રક્ષણ મેળવેલ હતું.સાથે સાથે પર્યાવરણને પણ બુકો ઓછી છપાવાના લીધે સંવરક્ષિત કર્યાની અનુભૂતિ કરેલ છે.

તથા રાહત દરે ફુલસ્કેપ ચોપડા પણ આપેલ વિશેષમાં વાલીઓએ સ્વયમભૂ નવી શરુઆત યુનિફોર્મ જમા કરાવી કરેલ હતી.વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા આગામી મે માસમાં ગુજરાત બોર્ડની અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમની શાળા માટે પુસ્તક વિનિમય મેળાનું આયોજન કરવામાં આવશે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. વડોદરાની કેટલીક પ્રખ્યાત શાળાઓના પરિણામ આવી ગયેલ હોય પરંતુ નવા વર્ષની બુકનું લિસ્ટ આપેલ ન હોવા જેવી વિકટ પરિસ્થિતિમાં પણ વાલીઓએ આ મેળામાં ભાગ લીધો હતો. અને પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરેલ છે. પુસ્તક વિનિમય મેળાના આયોજન થકી વડોદરાના વાલીઓના લાખો રૂપિયાની બચત થતી હોય આવા કાર્યક્રમ યોજી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ગર્વાંતિત અનુભવે છે.

Most Popular

To Top