નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને (Nitin Gadakri) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નાગપુર (Nagapur) સ્થિત ઓફિસમાં લેન્ડલાઈન ફોન પર અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. નીતિન ગડકરીની ઓફિસ તરફથી નાગપુર પોલીસને (Police) ફરિયાદ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર સ્થિત નીતિન ગડકરીની ઓફિસ પર ફોન કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે તેમની ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. કેન્દ્રીય મંત્રીના કાર્યાલય તરફથી નાગપુર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે, ત્યારબાદ નાગપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
10 મિનિટમાં બે વાર ફોન કર્યો
નીતિન ગડકરીની ઓફિસને સવારે 11:30 થી 11:40 વચ્ચે સતત બે ફોન આવ્યા હતા. નીતિન ગડકરીના કાર્યાલય વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, કેન્દ્રીય પ્રધાનની જનસંપર્ક કાર્યાલય નાગપુરના ખામલા ચોકમાં સ્થિત છે, જે તેમના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર છે. નાગપુર પોલીસ અને નીતિન ગડકરીના કાર્યાલય દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.