નવી દિલ્હી: 30 ડિસેમ્બરનો દિવસ ક્રિકેટ જગત માટે ઘણી મુશ્કેલી લઈને આવ્યો હતો. ભારતીય ક્રિકેટર (Indian Cricketer) ઋષભ પંતની (Rishabh Pant) કાર શુક્રવારે સવારે એક ખતરનાક અકસ્માતનો (Accident) ભોગ બની હતી. તેઓ ઉત્તરાખંડ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની કાર હરિદ્વાર પાસે બાજુના બેરિકેડ સાથે અથડાઈ અને આગ લાગી. ઋષભ પંત મોટી મુશ્કેલી સાથે કાચ તોડીને કારમાંથી બહાર આવ્યો હતો. ત્યાંથી પસાર થતી એક બસનો ચાલક અને કન્ડક્ટરે તેનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતમાં ઋષભ પંતને ઘણી ઈજા થઈ છે. હાલમાં ક્રિકેટર હોસ્પિટલમાં દાખલ છે. ત્યાં તેની સારવાર ચાલી રહી છે. ત્યારે તેના ચાહકો ફરી સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલાને (Urvashi Rautela) ટ્રોલ (Troll) કરી હતી. એરપોર્ટ ઉર્વશી રૌતેલાને જોતા જ યુઝર્સે કમેન્ટ કરી હતી કે શું તે ઋષભ પંતને (RP) મળવા માટે જઈ રહી છે?
ઉર્વશી એરપોર્ટ પર જોવા મળી હતી
ઉર્વશી રૌતેલાની એક પોસ્ટ પણ વાયરલ થઈ હતી, જેમાં તેણે પોતાનો એક ફોટો શેર કરતા લખ્યું હતું કે ‘હું તમારા સ્વાસ્થ્ય અને તમારા પરિવાર માટે પ્રાર્થના કરું છું.’ યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે ઉર્વશી રૌતેલા રિષભ પંત અને તેના પરિવાર માટે પ્રાર્થના કરી રહી છે. અભિનેત્રીની એક પોસ્ટ એટલી વાયરલ થવા લાગી કે દરેક જગ્યાએ આની જ ચર્ચા થઈ. ત્યારે હવે 31મી ડિસેમ્બરે ઉર્વશી રૌતેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
આ દરમિયાન ઉર્વશી એરપોર્ટ પર બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રી દ્વારા ન્યૂડ મેકઅપ, પોનીટેલમાં બાંધેલા વાળ અને બ્લેક શેડ્સ કેરી કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેણે ગોલ્ડન હાઈ હીલ્સ પહેરી હતી અને હાથમાં ટાઈગર પ્રિન્ટ બેગ પણ લીધી હતી. ઉર્વશી રૌતેલાને એરપોર્ટ પર જોઈને યુઝર્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝર્સે સીધી કોમેન્ટ કરી અને પૂછ્યું, મેમ, શું તમે ઋષભ પંતને જોવા મેક્સ હોસ્પિટલ જઈ રહ્યા છો? ઉર્વશી રૌતેલાનો આ એરપોર્ટ સ્પોટિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અનિલ કપૂર અને અનુપમ ખેર પણ ઋષભ પંતને મળવા પહોંચ્યા
ત્યારે આજે બોલિવૂડ સ્ટાર્સ અનિલ કપૂર અને અનુપમ ખેર ઋષભ પંતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. બંને સ્ટાર્સે જણાવ્યું કે હવે તેની તબિયત કેવી છે. જ્યારે અનુપમ ખેર અને અનિલ કપૂરને ઋષભ પંતના અકસ્માતની જાણ થઈ તો તેઓ તેને મળવા હોસ્પિટલ પહોંચ્યા. અનુપર ખેર કહે છે, ‘અમને ખબર પડી કે ઋષભ હોસ્પિટલમાં છે, અમે તેને મળવા અહીં આવ્યા હતા. તેની માતાને મળ્યા હતા. હવે તેઓ પહેલા કરતા વધુ સારા છે. ચાહકોની પ્રાર્થના તેની સાથે છે. તે જલ્દી સારો થઈ જશે. તે એક ફાઇટર છે. જ્યારે અનિલ કપૂર કહે છે, ‘ તે સારો છે. અમને જે પણ ચિંતા હતી, હવે તે બિલકુલ નથી.
ઋષભ પંતને મળ્યા બાદ અનુપમ ખેર અને અનિલ કપૂર ખૂબ જ ખુશ દેખાતા હતા. તેનું કહેવું છે કે ભારતીય ક્રિકેટર જલ્દી સ્વસ્થ થઈ જશે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆત પહેલા ઋષભ પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા રૂરકી જઈ રહ્યો હતો. ઋષભ પંત પોતે કાર ચલાવીને પોતાના વતન જવા રવાના થયો હતો. વાહનની સ્પીડ વધુ હોવાને કારણે તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી હાલ તેની તબિયતમાં સુધાર જોવા મળી રહ્યો છે.