National

ઉત્તરાખંડ: પૌડીમાં 50 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 6ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

પૌડી: ઉત્તરાખંડના પૌડીના (Paudi) ગઢવાલ જિલ્લાના બિરોખાલમાં એક મોટી દુર્ઘટના (Accident) બની છે. જાનૈયાઓથી ભરેલી બસ (Bus) ખાઈમાં પડી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બસ જાનૈયાઓ ને લઈ પાછી આવી રહી હતી ત્યારે બસ અચાનક જ બિરોંખાલ પાસે ખાઈમાં પડી ગઈ હતી. બસમાં 50 મુસાફરો હોવાનું કહેવાય છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 જાનૈયાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

ઘટના અંગે શોક વ્યક્ત કરતા સીએમ ધામીએ કહ્યું કે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. બસમાં લગભગ 45 લોકો સવાર હતા. બસ ઉંડી ખીણમાં પડી છે. મેં ત્યાંના અધિકારીઓ સાથે વાત કરી છે. હું પોતે બધા સાથે વાત કરી રહ્યો છું કે બચાવ કાર્ય જલદીથી શરૂ કરવામાં આવે. તમામ શક્ય મદદ આપવાનો અમારો પ્રયાસ છે.

Most Popular

To Top