Vadodara

સયાજીગંજના ડાર્ક બાઈટ કાફેના કપલ બોક્સમાં યુવક યુવતીઓ ઝડપાયા

વડોદરા: આજ રોજ શહેરના સયાજીગંજના  કાળાઘોડા બ્રિજ નજીક ડાર્ક બાઈટ કાફેના કપલ બોક્સમાં એકાંતની પળો માણતા હોય તેવા  યુવક યુવતીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે કાફેમાં 05 કપલ બોક્સ બનાવી છડે આમ જાહેરનામાનો ભંગ કરનાર સંચાલક ત્રિપુટીની કારેલીબાગ પોલીસે અટકાયત કરી હતી. કાળાઘોડા બ્રિજ નજીકની એચડીએફસી બેન્કની  ઉપરના પહેલા માળે ડાર્ક બાઈટ નામના કાફેમાં ચાલી રહ્યું છે. ત્યારે પોલીસે ત્યારે દરોડા પડ્યા ત્યારે એકાંતની પડો માણતા  યુવક યુવતીઓ આ કેફેમાં  ભેગા થતા હોય જેથી પોલીસે યુવક યુવતીઓની અટક કરી હતી.

જયારે કેફેમાં યુવક યુવતીઓ એકાંતની પાડો માની રહ્યા છે તેવી માહિતી કારેલીબાગ પોલીસને મળતા રેડ કરી હતી. તે  દરમિયાન કાફેમાં પડદાવાળા 05 કપલ બોક્સમાં યુવક યુવતીઓ બેસેલા મળી આવ્યા હતા.  કાઉન્ટર ઉપર હાજર શખ્સ રાહીલ રફીક શેખ ( રહે – તાંદલજા )  જ્યારે સંચાલક સાહબાજખાન સિદ્દીકભાઈ દૂધવાલા (રહે-યાકુતપુરા) અને કાફેના ભાગીદાર રમીઝ રફીકભાઈ શેખ (રહે-તાંદલજા)ની પોલીસે જાહેરનામાં ભંગ બદલ અટકાયત કરી હતી. આ કપલ બોક્સની આડમાં નશાના સેવન સાથે અસલીલ પ્રવૃત્તિ પણ ચાલે છે. જેનો યુવાધન ભોગ બની રહ્યું છે.

Most Popular

To Top