Dakshin Gujarat

સુરતમાંથી પકડાયેલી 25 કરોડની નોટના કેસમાં ટ્વીસ્ટ, નોટ પર રિવર્સ બેન્ક ઓફ ઈન્ડિયા લખ્યું છે

કામરેજ: સુરત જિલ્લા કામરેજ પોલીસે અમદાવાદ થી મુંબઈ તરફ જતા રોડ પર નવી પારડી ગામની સીમમાં જામનગરના કાલાવડ વિસ્તારની એક ચેરીટેબલ ટ્રસ્ટની આઈ.સી.યુ એમ્બ્યુલન્સ માંથી 25.80 કરોડના બે હજારના દરની ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિને ઝડપી લેતા ભારે દોડધામ મચી હતી જોકે નોટ ઉપર ભારતીય રિવર્સ બેંક તેમજ કેવલ ફિલ્મના શુટિંગ માટે લખ્યું હોઈ પોલીસે પ્રાથમિક તબક્કે જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

1290 બંડલમાં 25.80 કરોડની 2000ના દરની નોટો મળી આવી હતી
આ અંગે મળતી માહીતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ પોલીસ ગુરુવારે બપોરના સ્ટાફના માણસો હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અમદાવાદ તરફથી ને હાઈવે નં.48 પર નવી પારડી ગામની સીમમાં ગામની શિવશક્તિ હોટલની સામે જામનગરના વડાલા ખાતેની દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સ અટકાવી તપાસ કરતા એમ્બ્યુલન્સ માંથી 6 સ્ટીલની પેટી માંથી 1290 બંડલમાં 25.80 કરોડની 2000ના દરની રિવર્સ બૅન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મળી આવી હતી.

અધિકારીઓ પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા
નોટો ઉપર હિન્દીમાં ખાલી ફિલ્મના શુટિંગના ઉપયોગ માટે લખેલું હતુ ઘટનાની જાણ થતા સુરત જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા નોટ ઉપર હિન્દીમાં અને અંગ્રેજીમાં ભારતીય રિવર્સ બેંક તેમજ માત્ર સિનેમાના શુટિંગના ઉપયોગ માટે લખ્યું છે નોટ સાથે પોલીસે જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશભાઈ પરસોત્તમ કોટડીયાને ઝડપી લીધો છે જોકે પૂછપરછમાં આ નોટનો ઉપયોગ વેબ સિરિઝના શુટિંગમાં થનાર હોવાનું જણાવી રહ્યા છે પરતુ આ નોટને ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં કયા કારણો સર લઈ જવામાં આવતી હતી તે અંગે પૂછપરછ ચાલી રહી છે હાલ કામરેજ પોલીસે સ્ટીલની પેટીમાં કઈ જવાતી તમામ નોટો કબ્જે લીધી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

સુરત યોગી ચોક ખાતે રહેતા કોઈ ઈસમ પાસેથી નોટ લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું
પોલીસની પ્રાથમિક પૂછપરછના જાણવા મળ્યું હતુ કે પકડાયેલી એમ્બ્યુલન્સના ડ્રાઇવર હિતેશભાઈ કોટડીયા અને તેની પત્નીએ 2017 માં દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે હાલ પોલીસને નોટો લઈ જવાની ગતિવિધિ શંકાસ્પદ લાગતા પોલીસ તમામ પાસા તપાસ કરશે તેમજ આ પ્રકારની નોટ છાપવીએ ગુનો ગણાય કે નહીં એ અંગે રિઝર્વ બેન્ક અથવા સ્ટેટ બેંકના અધિકારીઓની મદદ લેવાશે હાલ આ નોટ સુરત યોગી ચોક ખાતે રહેતા કોઈ ઈસમ પાસેથી આ નોટ લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતુ તેમજ આ નોટ ક્યાં છપાઈ અને ક્યાં ઉદ્દશયથી છાપી એ અંગેની હકીકત વધુ તપાસ બાદ જ બહાર આવશે હાલ જિલ્લાની તમામ એજન્સીઓ આ ગુનાના તપાસમાં જોતરાઈ છે

Most Popular

To Top