World

અમેરિકાના ટેક્સાસ શહેરમાં ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળ્યા, માનવ તસ્કરીની આશંકા

અમેરિકા: અમેરિકાના (America) ટેક્સાસ (Texas) શહેરમાં એક ટ્રકમાંથી (Truck) 46 લોકોના મૃતદેહ (Dead Bodies) મળી આવતા અમેરિકામાં ખળભાળટ મચ્યો હતો. આ ટ્રકમાં અન્ય 16 લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતો. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતો. આ ટ્રક 6 ટેક્સાસના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત સાન એન્ટોનિયોના નિર્જન રસ્તા પરથી મળી આવ્યું હતું.

માહિતી પ્રમાણે આ તમામ રેફ્યુજી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવ રહી છે. આ લોકો મેક્સિકોની બાજુથી અમેરિકામાં ઘૂસ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સરહદ પારના આવા પ્રયાસોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ આવો કિસ્સો ક્યારેય સામે આવ્યો નથી. આ ટ્રક અંગે કોઈ અજાણયા વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ટ્રકનો ગેટ થોડો ખુલ્લો હતો. તેમાંથી એક વ્યક્તિ ટ્રેલરની બહાર પડેલો હતો. જ્યારે ટ્રકની અંદર જોતા એક પછી એક 46 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ સિવાય 16 લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે તમામ ઈજાગ્રસ્ત અને બેભાન અવસ્થામાં મળી આવ્યા લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા.

હોસ્પિટલમાં દાખલ 16 લોકોમાં 12 પુખ્ત વયના અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે દર્દીઓના શરીર જાણે ગરમીથી સળગી રહ્યા હતા અને તેમના શરીરમાં પાણીની કમી સ્પષ્ટ દેખાતી હતી. હાલ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ તસ્કરીનો મામલો છે કે નહીં.

સેન એન્ટોનિયો, ટેક્સાસમાં, માનવ તસ્કરી દરમિયાન લોકો પહેલાથી જ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 2017માં આવી જ એક ટ્રકમાંથી 10 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ પહેલા 2003માં સાન એન્ટોનિયોમાં એક ટ્રકમાંથી 19 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો એબ્રાર્ડે પણ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે તેઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. માર્સેલો એબ્રાર્ડે કહ્યું છે કે હાલમાં માર્યા ગયેલા લોકોની નાગરિકતા શું છે, તે જાણી શકાયું નથી.

Most Popular

To Top