કામરેજ:ખડસદ સ્થિત ઓમ રેસિડેન્સીમાં રહેતી બે સંતાનની માતાએ (Mother) જિંદગીથી (Life) કંટાળી જઈ બેડરૂમમાં (Badroom) પંખાની (Fan) હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત (Suiside) કરી લીધો હતો.
મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગમાપીપડીના વતની અને હાલ કામરેજ તાલુકાના ખડસદ ગામે ઓમ રેસિડેન્સીમાં બી-16માં ફ્લેટ નંબર 303માં રહેતાં રંજનબેન ભરતભાઈ બોધાણી મંગળવારના રોજ પતિ તેમજ સંતાનો સાથે માસી સાસુના ઘરે વરાછા મીની બજારે ગયા હતા. તેઓ મોડી રાત્રે 1 કલાકે પોતાના ઘરે આવ્યા હતા અને હોલમાં ઊંઘી ગયા હતા. દરમિયાન બુધવારે સવારે તેમનો પુત્ર નૈતિક ઊઠ્યો હતો અને ત્યારે રંજનબેન હોલમાં જોવા નહીં મળતાં તેણે બેડરૂમમાં જઈને તપાસ કરતાં રંજનબેનને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. તેણે કાગારોળ મચાવી દેતાં ઘરના તમામ સભ્યો જાગી ગયા હતાં. ઘરમાંથી રંજનબેને લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં જણાવ્યું હતું કે જિંદગીથી કંટાળી આ પગલું ભરું છું એમાં કોઈનો વાંક નથી મને માફ કરજો. જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પારડીના ટુકવાડાની પરિણીતાએ કુવામાં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર
પારડી: પારડી તાલુકાના ટુકવાડાથી સરોધી તરફ જતા રોડની નજીક આવેલી કિશોર છોટુ પટેલની આંબાવાડીના કૂવામાં મહિલાએ ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.
ટુકવાડા ગામના ધોડીયાવાડમાં રહેતી મનિષા દિલીપ પટેલ ઘરેથી ખેતી કામ કરવા નીકળ્યા બાદ પરત નહીં આવતાં તેમના ઘરવાળાએ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમ્યાન કિશોર છોટુ પટેલની વાડીનો ગેટ ખુલ્લો રહેતા વાડીમાં તપાસ કરતાં ત્યાં મનીષાની ચંપલ અને ચીજવસ્તુઓ કુવા પાસે મળી આવી હતી. કૂવામાં તપાસ કરતા પાણીમાં મનીષાની લાશ મળી આવી હતી. ઘરેથી ખેતરમાં કામ કરવા ગયા બાદ ભેદી સંજોગોમાં વાડીમાં જઇ અંતિમ પગલું ભરી લેતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટના અંગે પારડી પોલીસને જાણ કરતા સ્થળ પર આવી પહોંચી મહિલાના મૃતદેહને પીએમ માટે ઓરવાડ સરકારી દવાખાનામાં મોકલાયો હતો. ઘટના અંગે ભત્રીજા હાર્દિક રાજેશ પટેલ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.