રાજકોટ: રાજકોટના (Rajkot) અવધ રોડ પર યુવતીને તેના પ્રેમીની પત્નીએ (Wife) બે શખ્સો સાથે મળીને ઢોર માર માર્યો હતો તેમજ ગુપ્ત ભાગમાં મરચુ નાખ્યું હતું. હાલ યુવતીની સારવાર સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ચાલી રહી છે અને હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પત્ની પતિને પ્રેમિકા સાથે સાઇકલ સ્ટોરમાં જોઇ ગઇ હતી. જેથી પત્નીએ તેના સાથી મિત્રોની મદદથી પતિની પ્રેમિકાનું અપહરણ કરી તેને ઢોર માર મારી તેના ગુપ્તાંગમાં મરચું ભરી દીધું હતું. સમગ્ર મામલે પ્રેમિકાને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તેમજ ઘટનાની જાણ લોધિકા પોલીસને થતા લોધિકા પોલીસના કે. કે. જાડેજા સહિતની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.
શહેરના પારેવડી ચોક ખાતે મોહસીન અને તેની પ્રેમિકા સાઇકલની ખરીદી કરવા માટે સાઇકલ સ્ટોર્સ પર આવ્યા હતા. ત્યાં જોગાનુજોગ તે જ સમયે મોહસીનની પત્ની પણ ત્યાં આવી પહોંચી હતી. પોતાની પત્નીને જોતા જ મોહસીનના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ પત્નીને ગુસ્સો આવી જતા તેને પોતાના પતિની પ્રેમિકાને દરગાહમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. ઢોર માર માર્યા બાદ તેણે તેના મિત્રોને બોલાવ્યા હતા. જેથી બે શખ્સો રિક્ષા લઇ આવી પહોંચ્યા હતા અને મોહસીનની પ્રેમિકાનું અપહરણ કરી તેને અવધ રોડ પાસે લઈ ગયા હતા. ત્યાં લઈ જઈ વાયરથી તેના હાથ બાંધી દીધા હતા તેમજ ત્યારબાદ તેને વધુ માર મારી તેના ગુપ્ત ભાગમાં મરચું ભરી દીધું હતું. ત્યારબાદ તેને રઝળતી હાલતમાં મૂકી ત્યાંથી મોહસીનની પત્ની અને તેના બે સાથીદારો નાસી ગયા હતા.
ગંભીર હાલતમાં યુવતીને જોતા જાગૃત નાગરિકે પોલીસ અને 108ને જાણ કરી હતી. 108ની ટીમે પીડિત યુવતીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. લોધિકા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી તેમજ સમગ્ર મામલે જરૂર જણાતા મામલતદાર સમક્ષ યુવતીએ ડીડી પણ નોંધાવ્યું હતું. જાણવા મળ્યા મુજબ યુવતીની ઉંમર 40 વર્ષની અને તેને 4 સંતાન છે. જ્યારે કે તેનો મોટો પુત્ર 20 વર્ષનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મોહસીને હિન્દુ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાનું પણ ખુલ્યું છે.
રૈયાધારમાં કુદરતી હાજતે ગયેલા યુવાનને શખ્સોએ નિવર્સ્ત્ર કરી ગુપ્ત ભારે માર માર્યો
રાજકોટના રૈયાધારમાં ચકચાર મચાવતી ઘટના બની છે. કેટલાંક શખ્સોએ એક યુવાનને નિવર્સ્ત્ર કરી લાકડી-ધોકાથી ઢોર માર માર્યો હતો. આથી યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ આરોપીઓને પકડવા દોડતી થઈ છે. બનાવની મળતી વિગત મુજબ રૈયાધારે રહેતો અને મજૂરી કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશનો વતની સુભાષ ટામેભાઈ સહાની સવારે નવેક વાગ્યે કુદરતી હાજતે ગયો હતો ત્યારે પાછળથી આવી ચડેલા મનોજ સહાની અને તેમની સાથેના અન્ય 6 શખસોએ ધોકા-પાઈપ વડે સુભાષને માર માર્યો હતો તેનું પેન્ટ ઉતારી નિવર્સ્ત્ર કરી પાછળના ભાગે ધોકાના ઘા કર્યા હતા. ઉપરાંત ગુપ્ત ભાગ પર લાતો મારી હતી. બનાવ બાદ ઈજાગ્રસ્ત સુભાષને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.