કારને કટરથી કાપી ફસાયેલા બે વ્યક્તિને બચાવી લેવાયા

વડોદરા :  વડોદરા નજીક નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી નજીક વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ભરૂચ પાસિંગની કારને પુરપાટ ઝડપે દોડતી ટ્રકે ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો કારની હાલત જોતા મોટી ખુવારી સર્જાઇ હોય તેમ લાગે લાગે જોકે ફાયર બ્રિગેડ દ્વારા કારને કટર કાપી ફસાયેલા બે જણા ને બચાવી લીધા હતા. વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડિયા ચોકડીથી કપૂરાઈ ચોકડી તરફ જતા માર્ગ પર ભરૂચ પાસિંગની કારને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. કારમાં સવાર ચાર પૈકી બે જણા બહાર નીકળી જતા બચી ગયા હતા જ્યારે અકસ્માતમાં  કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો કારનો ખુરદો બોલતા બે જણા કારમાં ફસાઈ ગયા હતા કારની હાલત જોતા કારમાં સવાર બંને જણા બચ્યા ન હોય તેમ જણાતું હતું અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડની ટીમે કારણે કટરથી કાપી ફસાયેલા બંને જણાને બહાર કાઢી બચાવી લીધા હતા ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી બે લોકોના જીવ બચાવ્યા હતા તેઓને  તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે નેશનલ હાઈવે પર વધતા જતા અકસ્માતો ચિંતાનો વિષય બની રહ્યા છે.

Most Popular

To Top