Gujarat

સચિવાલયના સિંચાઈ વિભાગના નિવૃત્ત ઈજનેર સાથે ઓનલાઈન ટ્રેડિંગના બહાને 80 લાખની છેતરપિંડી


છેલ્લા બે વર્ષ દરમિયાન ગાંધીનગરમાં ઓન લાઈન ટ્રેડિંગ કરવાના બહારને સરકારના નિવૃત્ત ઈજનેર સાથે 80 લાખ કરતાં વધુ રકમની છેતરપિંડી કરાઈ હોવાની વિગતો બહાર આવી છે.સેકટર -26મા કિસાન નગર ખાતે રહેતાં નિવૃત્ત ઈજનેર સુભાષભાઈ અંબાલાલ પટેલ સિંચાઈ વિભાગમાંથી 2015માં સેવા નિવૃત્ત થયા હતાં.

ઓકટો.2020મા તેમને વોટસ અપ મેસેજ આવ્યો હતો. જેમાં Fx ટ્રેડ નામથી ટ્રેડિંગ કરવા મેસજ પણ આવ્યો હતો. જેમાં એક લિન્ક મોકલાઈ હતી. આ ઉપરાંત એક સંજય પટેલ નામનો શખ્સ તેમણે ફોન પણ કરતો હતો. શરૂઆતમાં સુભાષભાઈને નફો થયાની વિગતો અપાતી હતી. એટલે તેમણે રોકાણ ચાલુ રાખ્યું હતું.

આ સીલસીલો ચાલુ રહેતા તેમણે 80લાખથી વધુનું રોકાણ કરી નાખ્યું હતું. જે વેબ સાઈટ પર ટ્રેડિંગ ચાલુ હતું તે વેબ પણ બંધ થઈ જતાં છેતરપિંડી કરાઈ હોવાનું જણાતા ગાંધીનગર સાઈબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે.

Most Popular

To Top