Gujarat

આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી

ગુજરાત નજીક રાજસ્થાન પર આવેલી જુદી જુદી બે સાયકલોનિક સર્કયૂલેશનની સિસ્ટમ અને કર્ણાટકથી કચ્છ સુધીની ટ્રફની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે વરસાદની શકયતા રહેલી છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 37 તાલુકાઓમા હળવાથી ભારે વરસાદ થયો છે.ખાસ કરીને જુનાગઢના વંથલીમાં 2.3 ઈંચ વરસાદ થયો છે.

જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, જુનાગઢ, સહિતના સૌરાષ્ટ્રના પંથકમાં વરસાદ થયો છે. રાજકોટના જસદણ, ગોંડલ, વીંછિયા, ઉપલેટા, કોટડાસાગાંણી, જેતપુરમાં આજે દોઢ થી અડધો ઈંચ વરસાદ થતાં સ્થાનિક નદી નાળામાં નવા પાણીની પૂરજોશમાં આવક થવા પામી હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજયમાં 103 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં અમેરલીના સાવરકુંડલામાં 3.2 ઈંચ વરસાદ થયો હતો. અમરેલીના ખાંભામાં 2.4 ઈંચ , અમરેલી તાલુકામાં 1.6 ઈંચ , વરસાદ થયો હતો. એકંદરે 23 તાલુકાણા્ં સાડા ત્રણથી એક ઈંચ વરસાદ થયો હતો.

Most Popular

To Top