SURAT

ત્રીજી લહેર માટે સંપૂર્ણ સજ્જનું ગાણું ગાતું તંત્ર બીજી લહેરમાં જ વેક્સિન આપવામાં નિષ્ફ્ળ

સુરત: શહેર (Surat)માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેક્સિનેશન સેન્ટરોની સંખ્યા ઘટાડતા ઘણા સેન્ટરો પર વેક્સિન (lack of vaccine) માટે ઉહાપોહ થઈ રહ્યો છે. સરકાર દ્વારા મોટા ઉપાડે 21મી જુનથી મહા વેક્સિનેશન અભિયાન (Vaccination campaign)ની શરૂઆત તો કરી દેવામાં આવી હતી. પરંતુ તે મહાઅભિયાન માત્ર ત્રણ-ચાર દિવસ જ ચાલી શક્યું હતું. ત્યારબાદ સરકાર દ્વારા રસીનો પૂરતો જથ્થો આપવામાં નહીં આવતાં મનપા દ્વારા વેક્સિનેશન સેન્ટરોની સંખ્યા અડધી કરી દેવાતા લોકો વેક્સિન માટે રીતસર અટવાઈ રહ્યા છે અને ચારેબાજુ બુમો પડી રહ્યા છે.

સોમવારે સવારથી જ પાલ કોમ્યુનિટી હોલ, અડાજણ અને પુણા સહિતના વેક્સિનેશન સેન્ટરો પર મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ટોકન ન મળતાં લોકોમાં તંત્ર સામે ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. સરકાર અને વહીવટીતંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે લોકોએ નાછૂટકે ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે મનપા દ્વારા કુલ 100 વેક્સિનેશન સેન્ટરો પરથી 23,781 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી.

મંગળવારે કુલ 116 સેન્ટરો પરથી વેક્સિન અપાશે: સેન્ટરોની યાદી મનપાની વેબસાઈટ પર મુકાઈ

સુરત મહાનગરપાલિકામાં કોવિડ–૧૯ રસીકરણ અભિયાન અંતર્ગત આવતીકાલે તા. 29મી જુને સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં 2 ૨સીક૨ણ કેન્દ્રો પર એટલે કુલ 16 ૨સીકરણ પ૨ COVAXIN રસીનો પ્રથમ બીજો ડોઝ આપવાની કામગીરી કરવામાં આવશે તેમજ અન્ય 98 રસીકરણ કેન્દ્ર પરથી COVISHIELD રસીના ડોઝ આપવામાં આવશે. આ કેન્દ્ર દીઠ અંદાજીત 275 લાભાર્થીઓને રસીકરણ આપવાનું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં જેમને 84 દિવસ પછી બીજો ડોઝ લેવાનો છે, જેમને બીજા ડોઝનો કોવિન પોર્ટલ ૫૨થી મેસેજ આવ્યો છે તેમને અગ્રીમતા આપવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.

સુરત મનપા દ્વારા ગત તા. 21મી જૂનથી શહેરમાં 230 વેક્સિનેશન સેન્ટરો પરથી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન સાથે વેક્સિન આપવામાં આવી રહી હતી. પરંતુ વેક્સિનનો જથ્થો ઘટી જતાં મનપા દ્વારા છેલ્લા 2 દિવસથી માત્ર 100 જ વેક્સિનેશન સેન્ટરો પરથી વેક્સિન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા 130 સેન્ટરો બંધ કરાયા છે. જેના કારણે ઘણા સેન્ટરો પર લોકો વેક્સિન લેવા પહોંચી ગયા હોવા છતાં તેઓને વેક્સિન મળી ન હતી. મોટાભાગના સેન્ટરો પર બપોરે જ વેક્સિન પુરી થઈ ગઈ હતી. સેન્ટરો પર લાઈનો લાગી ગઈ હતી પરંતુ વેક્સિન ઘટી જવાને કારણે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લીધા વિના જ પરત ફર્યા હતાં.

Most Popular

To Top