National

દેશમાં રસીની અછત નથી માત્ર સારા આયોજનનો અભાવ છે : કેન્દ્ર સરકાર

ફાર્મા મેજર કંપની ડૉ. રેડ્ડીઝ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે તેણે ભારતમાં સ્પુટનિક-વી રસીના ઇમરજન્સી ઉપયોગ માટેની નિયંત્રક મંજૂરી મંજૂરી મેળવી છે અને તે રસીની રશિયાથી આયાત કરવામાં આવશે, જે સાથે ભારતમાં ત્રીજી કોવિડ રસી માટેનો માર્ગ મોકળો થશે.

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ(આરડીઆઇએફ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સ્પુટનિક વીના ૮પ૦ મિલિયન ડોઝીસ કરતા વધુ ડોઝીસનું ભારતમાં વાર્ષિક ઉત્પાદન ઉત્પાદન કરવામાં આવશે – જે આ રસીને મંજૂરી આપનારો વિશ્વનો ૬૦મો દેશ બન્યો છે.

જ્યારે ડો. રેડ્ડીઝે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ભારતમાં ઇમરજન્સી સ્થિતિઓમાં નિયંત્રિત ઉપયોગ માટે તેને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(ડીસીજીઆઇ) તરફથી સ્પુટનિક રસીની આયાત કરવાની મંજૂરી મળી ગઇ છે. જેમને વિશ્વભરમાં સરકારી નિયંત્રકો દ્વારા મંજૂરીઓ મળી હોય તે આંકડાઓની રીતે સ્પુટનિક-વીનો ક્રમ વિશ્વમાંની રસીઓમાં બીજો ક્રમ આવે છે એમ ડૉ. રેડ્ડીઝે જણાવ્યું હતું.

ભારતમાં વર્ષે ૮૫૦૦ લાખ ડોઝનું ઉત્પાદન કરવા માટે આરડીઆઇએફે દેશની અગ્રણી ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ ગ્લેન્ડ ફાર્મા, હીટરો બાયોફાર્મા, પેનેસીઆ બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા અને વિર્શો બાયોટેક સાથે કરારો કર્યા છે એ મુજબ રશિયાના સોવેરીન વેલ્થ ફંડે જણાવ્યું હતું. આ ડોઝીસનો ભારતમાં ઉપયોગ કરવામાં આવશે તથા અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે.

આ રસીના એક ડોઝની કિંમત ૧૦ ડોલર કરતા ઓછી રહેશે એમ જણાવાયું છે. આ રશિયન રસી પરંપરાગત રેફ્રિજરેટરમાં સંગ્રહ કરી શકાય છે તેથી વધારાના કોલડ-ચેઇન માળખાનો ખર્ચ કરવાની જરૂર પડતી નથી એમ જણાવાયું છે. આજે મુંબઇ શેરબજારમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝનો શેર તેના અગાઉના બંધ કરતા ૩.૧૫ ટકા નીચો ટ્રેડ કરી રહ્યો હતો.

Most Popular

To Top