National

ટેલિકોમ ક્ષેત્રે રૂ. 12,00 કરોડની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાને મંજૂરી

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે બુધવારે કહ્યું હતું કે, ભારતમાં ટેલિકોમ ગિયર મેન્યુફેક્ચરિંગ માટે રૂ. 12,195 કરોડની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાને મંજૂરી આપી દીધી છે, જે આશરે રૂ. 2.44 લાખ કરોડના ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહિત કરશે અને આશરે 40,000 લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પેદા કરશે તેવી સંભાવના છે.

ટેલિકોમ ગિયર મેન્યુફેક્ચરિંગ માટેની પી.એલ.આઇ. યોજના 1 એપ્રિલ, 2021 થી કાર્યરત થશે. ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં અમે રૂ. 2,44,200 કરોડનું વધારાનું ઉત્પાદન, રૂ. 1,95,360 કરોડની નિકાસ, 40,000 લોકોને સીધી અને આડકતરી રોજગાર અને દેશને આશરે રૂ. 17,000 કરોડની કરની આવક થવાની આશા છે.


એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ યોજનામાં 3000 કરોડથી વધુનું રોકાણ લાવવાની અને વિશાળ સીધા અને પરોક્ષ રોજગાર પેદા કરવાની અને વેરા મળવાની અપેક્ષા છે.
કેબિનેટની બેઠક પછી પત્રકારોને સંબોધતા પ્રસાદે કહ્યું કે સરકાર ભારતને ઉત્પાદન માટે વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાન આપી રહી છે, અને વેપાર કરવામાં સરળતા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે.

કેબિનેટે ટેલિકોમ ક્ષેત્ર માટે પી.એલ.આઇ. ને મંજૂરી આપી દીધી છે. ટેલિકોમ ઉપકરણોમાં મેક-ઈન-ઇન્ડિયાની વધુ પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે, 5 જી ઉપકરણો પણ આવશે, તેથી પ્રોત્સાહન આપવાનું મહત્વનું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top