Gujarat

ધો. 10 બોર્ડનું રિઝલ્ટ 25મીએ જાહેર થશે, સ્ટુડન્ટ્સ આ વોટ્સએપ નંબર પરથી જાણી શકશે

ગાંધીનગર: માર્ચ 2023માં યોજાયેલી ધો. 10 (SSC)ની પરીક્ષાનું (Exam) પરિણામ (Result) આગામી તા. 25મી મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરાશે. સ્ટુડન્ટ્સ (Students) પોતાનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે.

સ્ટુડન્ટ્સ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ રિઝલ્ટ જાણી શકશે. અત્યાર સુધી ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ પછી ધો. 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર થતું રહ્યું છે, પરંતુ પ્રથમવાર ધો. 12 કોમર્સના રિઝલ્ટ પહેલાં ધો. 10નું રિઝલ્ટ જાહેર થશે. આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

માર્ચ મહિનામાં એક્ઝમ પુરી થયા બાદથી સ્ટુડન્ટ્સ રિઝલ્ટની રાહ જોઈ રહ્યાં હતાં. આખરે તેમના ઈન્તઝારનો અંત આવ્યો છે. 25મી મે ના રોજ ધો. 10 બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે. ધો. 10માં 9.50 લાખ કરતા વધુ સ્ટુડન્ટ્સ બોર્ડની પરીક્ષા આપી હતી. 25મીએ સવારે 8 વાગ્યા બાદ સ્ટુડન્ટ્સ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર સીટ નંબર નાંખીને સ્ટુડન્ટ્સ ઓનલાઈન રિઝલ્ટ જોઈ શકશે. બેથી ત્રણ દિવસ બાદ સ્ટુડન્ટ્સને માર્કશીટ (Marksheet) આપવામાં આવશે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાઓને મોકલવા અંગે વિગતવાર સૂચના પછીથી જાહેર કરાશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકસાણીની સૂચના બોર્ડની વેબસાઈટ પર મુકાશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે. રિઝલ્ટ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.

Most Popular

To Top