Vadodara

કઠલાલની સગર્ભા માટે 108 ગ્રીન હેલ્થ સેવા આશીર્વાદરૂપ બની

કઠલાલ, તા.9
ખેડા જિલ્લા કઠલાલ મા સતત દોડતી ને અવિરતપણે સેવા આપી રહેલ 108 ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ સગવડ વધુ એકવાર સગર્ભા બહેન માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ હતી.
કઠલાલ 108 એમ્બ્યુલન્સ ને રવિવારે કઠલાલ સરકારી હોસ્પિટલમાંથી એક પ્રસૃતાનો કેશ મળ્યો હતો. કેસ મળતા જ તાત્કાલિક કઠલાલ 108 એમ્બ્યુલન્સના હાજર સ્ટાફ ઈમટી ઈરફાનભાઈ અને પાઈલોટ દેવાંશુભાઈ સ્થળ પર પહોંચીને તપાસ કરતાં જણાયું હતું કે સગર્ભા મંજુલાબેન રાજુભાઈ પરમારને પ્રસુતિનો દુઃખાવો થતો હતો અને વધુ સારવાર અર્થે નડીઆદ સિવિલ હોસ્પિટલ 108 માં રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે અચાનક રસ્તામાં મંજુલાબેનને અસહ્ય દુઃખાવો ઉપડતા એમ્બ્યુલન્સમા જ પ્રસુતિ કરાવી પડે એવી પરિસ્થિતિ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઈમટી ઈરફાનભાઈ અને પાયલોટ દેવાંશુભાઈએ સાવચેતી રાખીને એમ્બ્યુલન્સને રોડની સાઈડ પર મહુધા ફિણાવ ભાગોળ ઉભી રાખીને તાત્કાલિક સંબંધિત ઉચ્ચ અધિકારીની સલાહ લઈને સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી હતી. આ બાળકના ગળામાં નાળ વીંટળાયેલ હતી તેમ છતાં અધિકારીનું માર્ગદર્શન મેળવી 108 ના સ્ટાફે સફળતાપૂર્વક પ્રસૃતિ કરાવી હતી અને બાળકનો જન્મ થયો હતો. બાળકનો જન્મ થતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. બાળક અને માતા બન્ને તંદુરસ્ત છે. વધુ સારવાર અર્થે મહુધા સરકારી હોસ્પિટલમા દાખલ કરવામાં આવેલ છે.આવી ઉત્કૃષ્ટ અને સરાહનિય કામગીરી કરવા બદલ હોસ્પિટલના ડોક્ટર તથા મંજુલાબેનના પરિવારે કઠલાલ 108 એમ્બ્યુલન્સની સેવાનો તથા 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઈરફાન ભાઈ તથા પાયલોટ દેવાંશુભાઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Most Popular

To Top