Dakshin Gujarat

ખરાબ વાતાવરણના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 10 ટ્રેનો રદ

રાજપીપળા: વાવાઝોડા ( cyclone) ને લીધે ખરાબ વાતાવરણને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Unity of statue) ને જોડતી 10 જેટલી ટ્રેનો કેન્સલલ ( train cancel) કરવાનો વડોદરા રેલવે વિભાગે નિર્ણય કર્યો છે. જેમાં 09107 નંબરની પ્રતાપનગર – કેવડિયા ટ્રેન અને 09108 નંબરની કેવડિયા-પ્રતાપનગર ટ્રેન 18/05/2021 અને 19/05/2021, 09109 નંબરની પ્રતાપનગર-કેવડિયા ટ્રેન અને 09114 નંબરની કેવડિયા-પ્રતાપનગર ટ્રેન 18/05/2021 અને 19/05/2021, 09247 નંબરની અમદાવાદ-કેવડિયા અને 09250 નંબરની કેવડિયા-અહેમદાબાદ (જન શતાબ્દી) 18-05-221,19- 05-2021, જ્યારે 02927 નંબરની દાદર-કેવડિયા 17-05-2021 વડોદરા ખાતે ટૂંકા ગાળામાં રદ કરવામાં આવશે અને વડોદરા-કેવડિયા વચ્ચે રદ કરાઈ છે. 02928 નંબરની કેવડિયા-દાદર 18-05-2021 ના રોજ વડોદરા દ્વારા શરૂ કરવામાં આવશે અને કેવડિયા-વડોદરા દ્વારા રદ કરવામાં આવશે.

કેવડિયા-વારાણસી ટ્રેન 18-05-2021 વડોદરાથી શરૂ થશે અને કેવડિયા-વડોદરા દ્વારા રદ કરવામાં આવશે. 09119 નંબરની ચેન્નઈ-કેવડિયા ટ્રેન 16-05-2021, વડોદરામાં ટૂંકા ગાળા માટે રદ કરાશે. જ્યારે અને વડોદરા – કેવડિયા વચ્ચે રદ કરવામાં આવશે. તો 09120 નંબરની કેવડિયા – ચેન્નાઇ ટ્રેન 19-05-2021 ના રોજ વડોદરા સુધી ચાલશે અને કેવડિયા-વડોદરા રદ થશે. 09145 નંબરની કેવડિયા-નિઝામુદિન ટ્રેન 19-05-2021ના રોજ વડોદરા સુધી દોડશે અને કેવડિયા-વડોદરા વચ્ચે રદ કરાશે. તો 09146 નંબરની નિઝામુદિન – કેવડિયા ટ્રેન 18-05-2021 ના રોજ વડોદરા ખાતે ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવશે. જ્યારે વડોદરા અને કેવડિયા વચ્ચે રદ કરાશે.

તોકતે વાવાઝોડાની અસરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનના 300 ફૂટ ઊંચા ડોમ પરનાં પતરાં નીકળી પડ્યાં હતાં. ત્યારે હવે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે લગાડાયેલી લાઈટિંગને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કેવડિયા વિસ્તારના ઇલેક્ટ્રિશિયનો દ્વારા તાત્કાલિક લાઈટિંગ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી.

Most Popular

To Top