Charchapatra

કોણ જવાબદાર ?

થોડા સમય પહેલા નેશનલ ક્રાઈમ બ્યુરો એ ગુજરાતમાં થતા અકસ્માત ની યાદી બહાર પાડી છે જેમા વર્ષ 6711 અકસ્માતો થયા છે. અને 7,998ના મોત થયા છે આમા મહાનગરોમાં વધુ મોત થયા છે તો આવા અકસ્માત માટે કોને જવાબદર ગણવા? ચાલકોની બેદરકારી કે રોડ પર પડેલા ભૂવા (ખાડા) કે પછી વાહનોમાં ખામી? કે પછી દારૂ પીને વાહન ચલાવતા બેફાન ડ્રાઈવીંગ?

જો પોલિસ આર.ટી. ખાતુ અકસ્માત કરનાર સામે કડક પગલા ભરે તો જરૂર ફેર પડી શકે આર.ટી ખાતાને માત્ર ટેકસ ઊઘરાવવામાં જ રસ હોય પોલિસ ખાતું બેદરકાર હોય પછી વાહન ચાલકો નિરઅંકુશ ડ્રાઈવીંગ કરી અને નિર્દોષની જીંદગી છીનવી લ્યે છે વધુ અકસ્માત તો દારૂ પીને વાહનો ચલાવનારાથી જ થાય છે બધા જાણે છતાં બધા ચૂપ છે પ્રજાની સલામતીની જવાબદારી સરકારની છે. સરકાર અને પોલિસ સખી બને તો અકસ્માત જરૂર ટાળી શકાય છે. શું આ શકય છે ખરું?

સૌરાષ્ટ્ર – મુકુંદરાય જસાણી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top