National

‘10 કરોડના બોન્ડનું એન્વેલોપ કોઇ ઓફિસની બહાર છોડી ગયું’: JDU

નવી દિલ્હીઃ જનતા દળ-યુનાઈટેડ (JDU)એ ચૂંટણી પંચને આજે ચોંકાવનારી માહિતી આપી છે. જેડીયુએ ચૂંટણી પંચને (Election Commission) કહ્યું છે કે વર્ષ 2019માં કોઈએ તેમની ઓફિસમાં 10 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ધરાવતું એક પરબિડીયું (એન્વેલોપ) સોંપ્યું હતું. પરંતુ તેમની પાસે આ 10 કરોડના દાતા વિશે કોઈ માહિતી નથી.

ચૂંટણી પંચે રવિવારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા સબમિટ કરેલી સીલબંધ માહિતી જનતા સમક્ષ જાહેર કરી હતી. જેમાં બિહારના શાસક પક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી પણ શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું કે કે જેડીયુએ કુલ રૂ. 24 કરોડથી વધુના ચૂંટણી બોન્ડની માહિતી આપી હતી. પાર્ટીએ અનુક્રમે રૂ. 1 કરોડ અને રૂ. 2 કરોડના બોન્ડના દાતા તરીકે ભારતી એરટેલ અને શ્રી સિમેન્ટના નામ પણ જાહેર કર્યા હતા.

કુલ રૂ. 24.4 કરોડનું દાન જાહેર કર્યું
અન્ય વિગતમાં JDUએ બોન્ડ્સ દ્વારા કુલ રૂ. 24.4 કરોડનું દાન જાહેર કર્યું હતું. જેમાંથી ઘણા હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી SBI શાખાઓમાંથી દાન તરીકે જારી કરવામાં આવ્યા હતા. તેમજ કેટલાક નાણાં જેડીયુની પટના ઓફિસમાં જારી કરવામાં આવ્યા હતા.

સૌથી રસપ્રદ માહિતી પાર્ટીના બિહાર કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે 3 એપ્રિલ, 2019 ના રોજ તેના પટણા કાર્યાલયમાં પ્રાપ્ત 10 કરોડના બોન્ડના દાતાઓની વિગતોની તેમને જાણ નહતી. તેમજ તેમણે જાણવાનો પ્રયાસ પણ કર્યો ન હતો કારણ કે તે સમયે સુપ્રીમ કોર્ટનો આ અંગે કોઈ આદેશ નહોતો.

એનવેલોપમાં 1 કરોડ રૂપિયાના 10 બોન્ડ
જેડીયુએ કહ્યું, “કોઈ 3 એપ્રિલ, 2019 ના રોજ પટનામાં અમારી ઓફિસમાં આવ્યું અને તેમને સીલબંધ એન્વેલોપ સોંપવામાં આવ્યું. જ્યારે તે ખોલવામાં આવ્યું ત્યારે અમને ચૂંટણી બોન્ડ મળ્યા. એન્વેલોપમાં 1 કરોડ રૂપિયાના 10 બોન્ડ હતા.” તેમણે કહ્યું, ”ભારત સરકારના ગેઝેટ નોટિફિકેશન મુજબ અમે પટનામાં SBIની મુખ્ય શાખામાં ખાતું ખોલાવ્યું અને નાણા તેમાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ આ રકમ 10 એપ્રિલ, 2019 ના રોજ અમારા પક્ષના ખાતામાં જમા કરવામાં આવી હતી. પરંતુ આ પરિસ્થિતિને જોતાં, અમે દાતાઓ વિશે વધુ માહિતી પ્રદાન કરવામાં અસમર્થ છીએ.

પાર્ટીએ શ્રી સિમેન્ટ અને ભારતી એરટેલનો પણ તેના અન્ય દાતા તરીકે ઉલ્લેખ કર્યો છે. સમાજવાદી પાર્ટી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કુલ 10.84 કરોડ રૂપિયાના દાનનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેણે કહ્યું કે તેને પોસ્ટ દ્વારા કુલ રૂ. 10 કરોડના 10 બોન્ડ મળ્યા છે (પરંતુ તેમાં કોઈના નામ નથી). બાકીની રકમ માટે અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટીએ એસકે ટ્રેડર્સ, સેન બેવરેજીસ, એકે ટ્રેડર્સ, કેએસ ટ્રેડર્સ, બીજી ટ્રેડર્સ અને એએસ ટ્રેડર્સના નામ દાતા તરીકે જાહેર કર્યા હતા.

Most Popular

To Top